બ્લડ બેન્કોમાં રક્તની અછત - વાંકાનેરમાં આવતી કાલે યુધ્ધનાં ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન
મોરબી શહેરમાં રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે બનનાર વધુ ચાર રોડનું ખાતમુર્હુત કરતાં રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજા
SHARE
મોરબી શહેરમાં રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે બનનાર વધુ ચાર રોડનું ખાતમુર્હુત કરતાં રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજા
રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજા મોરબી – માળીયા (મીં) વિસ્તારમાં વિકાસને વધુને વધુ વેગ આપીને અસંખ્ય વિકાસના કામો કરાવી રહ્યા છે તે અંતર્ગત આજે મોરબી શહેરમાં વધુ ચાર સોસાયટીઓના રોડનું ખાત મુર્હુત કર્યું હતું. જેમાં (૧) હીરાસરી રોડ અને અવનિ ચોકડી થી ચોકિયા હનુમાનજી મંદિર સુધી (૨) ત્રિકોણ નગર સોસાયટી, કેનાલ રોડ (૩) ન્યુ મારુતિ નગર, વાવડી રોડ, (૪) ધર્મ સૃષ્ટિ સોસાયટી, બાયપાસ રોડ નો સમાવેશ થાય છે. આ તકે મોરબી ભાજપ જિલ્લા પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા પ્રમુખશ્રી અરવિંદભાઈ વાંસદડીયા, શહેર પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ગિરીશભાઈ સરૈયા, નગરપાલિકાના પ્રમુખશ્રી કે.કે. પરમાર, ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, કારોબારી અધ્યક્ષશ્રી સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી દેવાભાઇ અવાડિયા, કાઉન્સિલરશ્રીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બધા કામ અંદાજે રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે