મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

પાકિસ્તાનને જે દેશ સમર્થન આપે ત્યાં મોરબીની ટાઈલ્સની સપ્લાય સદંતર બંધ કરવા વિચારણા ચાલુ: મોરબી સિરામિક એસો.


SHARE











પાકિસ્તાનને જે દેશ સમર્થન આપે ત્યાં મોરબીની ટાઈલ્સની સપ્લાય સદંતર બંધ કરવા વિચારણા ચાલુ: મોરબી સિરામિક એસો.

મોરબીના સીરામીક ઉદ્યોગમાં બનતી ટાઇલ્સનું વિશ્વના દરેક દેશમાં વેચાણ કરવામાં આવે છે જોકે આતંકવાદ અને આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાન મોરબીથી ટાઇલ્સ સપ્લાય કરવામાં આવતી નથી અને છેલ્લે યુદ્ધની પરિસ્થિતીમાં પાકિસ્તાનને જે દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું તે બે દેશમાં મોરબીની ટાઇલ્સની સપ્લાય બંધ કરવા માટેની વિચારણા મોરબી સિરામિક એસો. દ્વારા શરૂ કરવામાં આવી છે

તાજેતરમાં પહેલગામ ખાતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી જેથી દેશની સેના દ્વારા આતંકવાદીઓનો પાકિસ્તાનની સીમામાં ઘૂસીને જડબાતોડ જવાબ આપવામાં આવેલ છે અને આતંકીઓના જે અડ્ડા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે ત્યારબાદ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે સમયે પાકિસ્તાનને તુર્કી અને અબેજાન દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું જેથી આ બંને દેશનો જુદા જુદા રાજ્યોની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી સિરામિક એસો. દ્વારા પણ આ બંને દેશોમાં બોયકોટ કરવા માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે.

વધુમાં મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો. ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ભારતની એટલે કે મોરબીથી ટાઇલ્સ મોકલાવવામાં આવતી જ નથી અને હવે યુદ્ધની પરિસ્થિતિ વખતે પાકિસ્તાનને જે બે દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું તે બંને દેશ એટલે કે તુર્કી અને અબેજાનમાં પણ ભારતીય ટાઇલ્સ મોકલવાનું બંધ કરવા માટેની વિચારણાઓ શરૂ કરવામાં આવી છે. આટલું જ નહીં અઝરબેજાનમાં મોરબીના ઘણા ઉદ્યોગકારો ફરવા માટે જતાં હતા તે પણ ત્યાં ન જાય તેના માટેની પણ મુમેન્ટ કરવામાં આવશે.

મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયાએ કહ્યું હતું કે, હાલમાં તુર્કી અને અબેજાન દેશમાં કુલ મળીને 100 કરોડથી વધુનું એક્સપોર્ટ મોરબીના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવે છે જોકે સિરામિક ઉદ્યોગની પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ દેશ હિતમાં નિર્ણય લેવા માટેની કવાયત શરૂ કરવામાં આવેલ છે અને આ બંને દેશમાં મોરબીની ટાઇલ્સનું એક્સપોર્ટ સદંતર બંધ કરવા માટેની ઉદ્યોગકારોની સાથે મિટિંગ કરીને જાહેરાત કરવામાં આવશે.






Latest News