મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની LE કોલેજ (ડિપ્લોમા) ખાતે ૨૧ અને ૨૬ મે ના રોજ કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE

















મોરબીની LE કોલેજ (ડિપ્લોમા) ખાતે ૨૧ અને ૨૬ મે ના રોજ કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧ અને ૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મહેન્દ્રનગર- મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં કોલેજનાં એડમિશન વિભાગના નિષ્ણાતો દ્વારા જુદી જુદી ડિપ્લોમાની શાખાઓની માહિતી, ધોરણ ૧૦ પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં કઈ રીતે એડમિશન મળી શકે અને તે માટે કરવી પડતી ઓનલાઈન પ્રક્રીયા, ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની સ્કોલરશીપ અંગેની માહિતી તથા વાલીશ્રીઓનાં મુંજવતા પ્રશ્નો અંગે માહિતી આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા)ના આચાર્ય દ્વારા દરેક વિદ્યાર્થી અને વાલીને આ કાર્યક્રમમાં સમયસર હાજર રહીને બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News