ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે
SHARE
ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે
"રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખિલાવવાની વર્ષાઋતુ" આ વાક્યને ચરિતાર્થ કરવા મોરબીની સામાકાંઠે આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે તારીખ - ૨૮ નવેમ્બર અને રવિવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૪:૦૦ સુધી રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં મોરબી અને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને IOCN ગ્રુપના સહયોગ દ્વારા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના વધુ ને વધુ લોકો આ કેમ્પમાં જોડાઈ જેવું યાદીમાં જણાવાયું છે. આ કેમ્પમાં રક્તદાન કરવા નીચેના નંબરનો સંપર્ક કરી શકશો.. રતીભાઈ ભાલોડિયા - ૯૯૭૮૯ ૨૦૧૮૭, મનુભાઈ જાકાસણીયા - ૯૭૩૭૨ ૧૩૦૦૦, અલ્પેશભાઈ પાંચોટીયા - ૮૧૨૮૩ ૨૨૪૨૨