મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર દ્વારા ઓપરેશ સિંદૂરની સફળતા બદલ ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર દ્વારા ઓપરેશ સિંદૂરની સફળતા બદલ ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

ભારતનાં પાકિસ્તાન સામે આતંકવાદનાં વિરોધમાં ભારતીય સેનાની ત્રણે પાંખના સૈનિકો દ્વારા જડબાતોડ જવાબ "ઓપરેશન સિંદુર" થી આપવામાં આવેલ છે. જેને બિરદાવવા ભારતભરમાં "તિરંગા યાત્રા" યોજાઇ રહી છે ત્યારે સૈનિકોના સાહસ, શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તીમાં ચાલતાં "ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર કેન્દ્ર" નાં બાળકો દ્વારા ભારતમાતા પુજન, તિરંગા યાત્રા અને બૌદ્ધ નગરમાં આવેલ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અતિથિ વિશેષ તરીકે વિહિપના મોરબી જિલ્લા સહમંત્રી  પુષ્પરાજસિંહ જાડેજા(એડવોકેટ), તથા સેવા વિભાગ શિક્ષા આયામ સંયોજક લલિતભાઈ પાન્ડેજી દ્વારા ભારત માતા પુજન કરી યાત્રાનો નારા સાથે ઉર્જામય વાતાવરણમાં પ્રારંભ કરાવ્યો હતો આ સંસ્કાર કેન્દ્રનાં બાળક જયરાજ વિક્રમભાઈ ટુંડીયા દ્વારા બાબાસાહેબની પ્રતિમાનેં પુષ્પ હાર તથા જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને ભારત માતા પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રનાં વાલી વિક્રમભાઈ ટુંડીયા તથા સંચાલક ગૌરીબેન ટુંડીયા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News