મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામનો યુવાન પરિણીતાને ભગાડી ગયેલ યુવાનના કાકાની હત્યા: મહિલાના ભાઈ-પતિ સહિત આઠ શખ્સો સામે નોંધાયો ગુનો


SHARE









હળવદના સુરવદર ગામનો યુવાન પરિણીતાને ભગાડી ગયેલ યુવાનના કાકાની હત્યા: મહિલાના ભાઈ-પતિ સહિત આઠ શખ્સો સામે નોંધાયો ગુનો

હળવદના સુરવદર ગામે રહેતો યુવાન પરિણીતાને ભગાડી ગયેલ હતો જે બાબતનો ખાર રાખીને તે મહિલાના ભાઈઓ અને પતિ સહિતના આઠ થી વધુ શખ્સો દ્વારા રવિવારે વહેલી સવારે તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કરવામાં આવેલ હતો ત્યારે પરણિત મહિલાને ભગાડી ગયેલા યુવાનના ભાઈનું ગળું દબાવીને તેનું ગાડીમાં અપહરણ કરીને લઈ જતાં હતા ત્યારે તેના કાકા અને કાકાનો દિકરો ભાઈ સહિતના વચ્ચે બચાવવા માટે પડ્યા હતા ત્યારે મહિલાના ભાઈએ તેના હાથમાં રહેલ છરી વડે આધેડ ઉપર હુમલો કર્યો હતો અને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીકિ દીધો હતો જેથી તે આધેડનું મોત નીપજયું હતું જ્યારે તેના દીકરા અને દીકરીને પણ માર માર્યો હતો જેથી તેઓને સારવારમાં લઈ ગયા હતા હાલમાં આ બનાવ સંદર્ભે મૃતકના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઠ જેટલા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
 
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા કિરણભાઇ કરશનભાઇ ધામેચા (23)એ હાલમાં વિશાલભાઇ રમેશભાઇ કોળી, શામજીભાઇ રણછોડભાઇ કોળી અને સાગરભાઇ રણછોડભાઇ કોળી રહે. ત્રણેય રાયધ્રા તેમજ આશીષભાઇ બાબુભાઇ કોળી રહે. શક્તીનગર તથા અજાણ્યા ચારથી પાંચ માણસોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાયધ્રા ગામની કાજલ નામની મહિલાના લગ્ન શક્તિનગર ગામે થયેલ હતા અને તે કાજલ નામની પરિણીતાને ફરિયાદીનો ભાઈ મનોજ કરસનભાઈ ધામેચા ભગાડી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને કાજલના ભાઈ વિશાલભાઇ રમેશભાઇ કોળી સહિત કુલ મળીને આઠ જેટલા શખ્સો દ્વારા રવિવારે સવારે પાંચેક વાગ્યાના અરસામાં ફરિયાદી અને તેના કાકાનો પરિવાર જ્યાં રહે છે ત્યાં છરી ધોકા સહિતના હથિયાર સાથે હુમલો કરવામાં આવેલ હતો અને ફરિયાદનું અપહરણ કરી ગાડીમાં બેસાડી અજાણ્યા શખ્સે તેનું ગળુ દબાવી દીધું હતું ત્યારે ફરિયાદીના કાકા ચંદુભાઈ રાઘવજીભાઈ કોળી (55), તેના દીકરા જયેન્દ્ર ચંદુલાલ કોળી (28) અને દીકરી સંજના ફરિયાદીને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા ત્યારે વિશાલભાઇ રમેશભાઇ કોળીએ ફરિયાદીના કાકા ચંદુભાઈ રાઘવજીભાઈ કોળીને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા મારી દીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને જયેન્દ્ર ચંદુલાલ કોળીને છરી વડે અને મૂઢમાર મારીને ઇજા કરી હતી તેમજ સંજનાબેનને પણ મુંઢમાર માર્યો હતો જેથી તેઓને સારવારમાં લઈ ગયા હતા ત્યાર બાદ હત્યાના આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઠ જેટલા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને આ બનાવની તપાસ હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે.




Latest News