મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા: પંચાસર નજીકથી 205 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE







મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા: પંચાસર નજીકથી 205 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબી ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલ ખોડીયાર મા ના ચોક પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 6,400 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઇન્દિરાનગર પાસે આવેલ ખોડીયાર મા ના ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારી રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કાનજીભાઈ રામજીભાઈ સુરેલા (55) રહે. કબીર ટેકરી મોરબી, રાજુભાઈ મગનભાઈ સુરેલા (46) રહે. ઇન્દિરાનગર મોરબી, કિશોરભાઈ મેરૂભાઈ ધોળકિયા (59) રહે. સર્કિટ હાઉસ સામે મોરબી, ત્રિભોવનભાઈ બચુભાઈ સનુરા (55) રહે. ગાયત્રીનગર હનુમાનજી મંદિરની બાજુમાં મોરબી અને પ્રવીણભાઈ રામજીભાઈ સુરેલા (40) રહે. કબીર ટેકરી મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 6,400 ની રોકડ તેની પાસેથી કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

દેશી દારૂનો આથો ઝડપાયો

મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં સહકારી દૂધની ડેરીની પાછળના ભાગમાં આવેલ ખરાબાની જગ્યામાં દેશી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 205 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 4,100 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે સ્થળ ઉપર રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હતો અને આ મુદ્દામાલ કમલેશભાઈ પરબતભાઈ ઉર્ફે પબાભાઈ નાગર રહે. પંચાસર વાળાનો હોવાનું સામે આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાના સામેથી પસાર થઇ રહેલ શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 686 ની કિંમતની દારૂની બોટલ કબ્જે કરી હતી અને આરોપી રવિભાઈ બાબુભાઈ હમીરપરા (24) રહે. જીવાપર (ચ) તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News