મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિ દ્વારા કાલે આઠમા સમૂહલગ્ન યોજાશે


SHARE



































મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિ દ્વારા કાલે આઠમા સમૂહલગ્ન યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધકકાવાળી મેલડી  માતાજી મંદિરના શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને આઠમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કાલે તા. 20 ને મંગળવારે નવલખી રોડે આવેલ શ્રી બહુચર પાર્ટી પ્લોટ ખાતે રાખવામા આવેલ છે 

કાલે જે સમૂહલગ્ન યોજાવાના છે તેમાં મહંત ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), મહંત દામજી ભગત (નકલંક મંદિર) સહિતના હાજર રહેવાના છે અને 21 દીકરીઓ સંતો મહંતો, રાજકીય અને સામાજિક આગેવનોની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાશે અને આ દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ મળીને 97 ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે. કાલે મંડપ મુહૂર્ત બપોરે 3:00 વાગ્યે, જાન આગમન 4:00 વાગ્યે, ભોજન સમારંભ સાંજે 7:00 વાગ્યે અને હસ્ત મેળાપ 7:45 વાગ્યે રાખવામા આવેલ છે અને સમૂહલગ્નની વિધિ શાસ્ત્રી હિરેનભાઇ પંડ્યા દ્વારા કરાવવામાં આવશે. આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ધનુભા જાડેજા, ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઇ જાની, મંત્રી ધીરુભા જાડેજા, ટ્રસ્ટી કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા, ભાવેશભાઈ મહેતા સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.


















Latest News