માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હળવદમાં મજૂરોની માહિતિ ન આપનારા ત્રણ વ્યક્તિ સામે ગુના નોંધાયા


SHARE

















હળવદમાં મજૂરોની માહિતિ ન આપનારા ત્રણ વ્યક્તિ સામે ગુના નોંધાયા

મોરબી જીલ્લામાં પરપ્રાંતીય મજૂરો મોટા પ્રમાણમા આવે છે ત્યારે તેઓની નોંધ પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવે તેના માટે કલેક્ટર દ્વારા જાહેરમાનું પ્રસિદ્ધ કરવામાં આવે છે તો પણ તેની ઘણા લોકો અમલવારી કરતાં નથી તેવામાં હળવદ પોલીસે જુદીજુદી ત્રણ જગ્યાએ ચેક કર્યું હતું અને ત્યાં કામ કરતાં મજૂરોની માહિતી પોલીસે આપેલ ન હતી અને મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ન હતું જેથી જુદાજુદા ત્રણ ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદમાં યુનિવર્સલ ટાઉનશિપમાં આવેલ બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મજૂરોના આઇડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને તેની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી તથા મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ન હતું જેથી આ અંગે મહેશભાઈ ઈશ્વરભાઈ સંઘાણી (37) રહે. ચંદ્રપાર્ક સોસાયટી હળવદ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયેલ છે. આવી જ રીતે ત્યાં આવેલ પ્રસાદ એગ્રી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મજૂરોના આઈડી પ્રૂફ લેવામાં આવેલ ન હતા અને મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં તેની નોંધ કરવામાં આવી ન હતી જેથી યાજ્ઞિકભાઈ માધાભાઈ ગોળ (32) રહે. વસંત પાર્ક સોસાયટી હળવદ વાળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે તો હળવદ માળીયા હાઇવે રોડ ઉપર ક્રિષ્ના હોટલ પાસે ભંગારના ડેલામાં કામ કરતાં શ્રમિકોની માહિતી પણ પોલીસને આપી ન હતી અને ત્યાં આઈડી પ્રૂફ લીધા ન હતા તેમજ મોરબી એસઓર્ડ એપ્લિકેશનમાં નોંધ કરી ન હતી જેથી જાહેરનામા ભંગનો શોભારામભાઇ છીતરમલભાઇ ગુર્જર (25) રહે. હાલ ભંગારના ડેલામાં હળવદ માળિયા હાઇવે રોડ મૂળ રહે. રાજસ્થાન વાળાની સામે પણ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે.

યુવાન સારવારમાં
માળિયા મીંયાણા ખાતે રહેતો યાસીન અકબરભાઈ મોવર નામનો ૩૭ વર્ષનો યુવાન તેના ઘરે નશાની હાલતમાં ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી વીસીપરામાં રહેતા હસીનાબેન વસીમભાઈ મન્સૂરી નામની ૩૦ વર્ષની મહિલા તેઓના ઘરે કોઈ કારણોસર ફીનાઈલ પી ગયા હોય તેઓને સારવાર માટે ખસેડાયા હતા.તેણીનો લગ્નગાળો સાત વર્ષનો હોય બનાવ અંગે નોંધ કરી બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

ઉંચી માંડલ અકસ્માત
હળવદ રોડ ઉંચી માંડલ ગામ પાસે થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઉમેદસિંગ માધવસિંગ (૩૩) રહે.બિકાનેર રાજસ્થાનને ઇજાઓ થતા અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની કીર્તિ ગોપાલભાઈ પિત્રોડા નામની ૧૪ વર્ષીય બાળકી બાઈક પાછળ બેસીને જતી હતી ત્યારે લાતી પ્લોટ શેરી નંબર-૫ માં બાઇક સ્લીપ થયું હતું તે બનાવમાં ઈજા થતા આયુષ હોસ્પિટલમાં સારવારમાં લઈ જવામાં આવી હતી.




Latest News