વાંકાનેરના વઘાસિયા ટોલનાકે ઇકોના ચાલકે બૂમ બેરીકેટને ઉડાવતા મહિલા કર્મચારીને માથામાં ઇજા: ગુનો નોંધાયો
SHARE









વાંકાનેરના વઘાસિયા ટોલનાકે ઇકોના ચાલકે બૂમ બેરીકેટને ઉડાવતા મહિલા કર્મચારીને માથામાં ઇજા: ગુનો નોંધાયો
વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસેથી ઇકો ગાડીના ચાલકે બેફિકરાઈથી પોતાની ઇકો ગાડી ચલાવી હતી અને ત્યાં રાખવામાં આવેલ બેરીકેટ સાથે વાહન અથડાવ્યું હતું જેથી ત્યાં ફરજ પર હાજર રહેલા મહિલાને બેરીકેટ માથાના ભાગે વાગતા તેને ઇજા થઈ હતી અને ઇકો ગાડીનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીને ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મકાનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા અને વઘાસીયા ટોલનાકા ખાતે ટોલ કલેક્ટ કરવાનું કામ કરતા બંસીબેન મોહનભાઈ પરમાર (30) નામની મહિલાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નંબર જીજે 3 એલજી 5247 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 5/5/25 ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં તેઓ ટોલનાકા ઉપર પોતાની ફરજ ઉપર હતા દરમિયાન ઈકો ગાડીનો ચાલક પોતાની ગાડી પુર ઝડપે લઈને નીકળ્યો હતો અને ત્યાં ટોલનાકા ઉપર રાખવામાં આવેલ બૂમ બેરીકેટ સાથે તેણે પોતાનું વાહન અથડાવ્યું હતું અને તે બુમ બેરીકેટ ફરિયાદીને માથાના ભાગે અથડાતા તેઓને ઇજા થઈ હતી અને અકસ્માત સર્જીને ઇકો ગાડીનો ચાલાક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા નોધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
દવા પી જતા સારવારમાં
મોરબી વીસીપરામાં રહેતા અલ્તાફ અલ્લારખા શાહમદાર નામનો ૪૪ વર્ષનો યુવાન રેલ્વે સ્ટેશન પાસે કોઈ કારણસર દવા પી ગયો હતો.જેથી તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના રવાપર રોડ કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલ મોમાઈ ડેરી પાસે રહેતા પવનભા મનુભા જાડેજા નામના ૫૬ વર્ષના આધેડ બાઈકમાં જતા હતા ત્યારે શનાળા રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બાઇક પલ્ટી મારી જવાના બનાવમાં ઈજા પામતા અત્રેની ખાનગી ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
વૃદ્ધા-બાળક સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા તારાબેન અમૃતલાલ રાવલ નામના ૬૦ વર્ષૂય વૃદ્ધા બાઈક પાછળ બેસીને રવાપર રોડ ઉપર આવેલ શાકમાર્કેટ પાસેથી જતા હતા દરમિયાન રસ્તામાં બાઇક સ્લીપ થવાના બનાવમાં તેઓ પડી જતા ઈજા પામેલ હાલતમાં અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાઘપરા વિસ્તારમાં રમતા સમયે રોડ ઉપર વાહન ચાલકની ઝડપે ચડી જતા કપિલ હરિલાલ નકુમ (ઉંમર ૦૪) રહે.કારીયા સોસાયટી વાવડી રોડ નામના બાળકને ઇજા થતા સિવિલે સારવારમાં લવાયો હતો.તેમજ વાંકાનેરના ચિત્રાખડા ગામનો વિજય પન્નાભાઈ ડાભી નામનો ૪૫ વર્ષનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે રસ્તામાં તે બાઈકમાંથી પડી જતા ઇજા થતા તેને સારવારમાં મોરબી લવાયો હતો.
