મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક કારખાનામાં પ્રેસ મશીનમાં માથું આવી જવાથી મહિલાનું મોત


SHARE











મોરબીના લાલપર નજીક કારખાનામાં પ્રેસ મશીનમાં માથું આવી જવાથી મહિલાનું મોત

મોરબીના લાલપર ગામની સીમમાં પાવર હાઉસ નજીક આવેલ કારખાનામાં સાફ-સફાઈ કરતા સમયે કોઈપણ કારણોસર પ્રેસ મશીનમાં મહિલાનું માથું આવી ગયું હતું જેથી તે મહિલાનું મોત નીપજયું હતુ ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામની સીમમાં જાંબુડીયા પાવર હાઉસની પાછળના ભાગમાં ઇપોકંપનીના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અંજલીદેવી મહેશભાઈ સ્વામી (40) નામની મહિલા ગઈ કાલે બપોરે 12 વાગ્યાના અરસામાં કારખાનામાં સાફ-સફાઈ કરતા હતા ત્યારે કોઈપણ કારણોસર પ્રેસ મશીનમાં તે મહિલાનું માથું આવી ગયું હતું જેથી તે મહિલાને માથામાં ગંભીર ઇજા થવાથી તે મહિલાનું મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે તેનો પતિ મહેશ સ્વામી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

બાઇક સ્લીપ થવાથી ઈજા

મોરબીના સનાળા રોડ ઉપર રહેતો રાહુલ હસમુખભાઈ ભૂંભરીયા (23) નામનો યુવાન વિરાટ હોટલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાને કારણે તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને લઈને આવ્યા હતા આવી જ રીતે સનાળા રોડ ઉપર રહેતા ધનુબા બાલુભા જાડેજા (55) શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર પાસેથી બાઈક પસાર થતાં હતા ત્યારે બાઈજ સ્લીપ થતા ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News