મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

હળવદના ચાડધ્રા ગામે ખાણખનીજ વિભાગની નદીના પટ્ટમાં રેડ: લોડર,ડમ્પર અને બે ટ્રેકટર સહિત 55 લાખનો મુદ્દામાલ કબ્જે


SHARE

















હળવદના ચાડધ્રા ગામે ખાણખનીજ વિભાગની નદીના પટ્ટમાં રેડ: લોડર,ડમ્પર અને બે ટ્રેકટર સહિત 55 લાખનો મુદ્દામાલ કબ્જે

હળવદના ચાડધ્રા ગામ નજીક ખાણખનીજ વિભાગની ટીમે નદીના પટ્ટમાં રેડ કરી હતી ત્યારે રેતીચોરી કરતાં એક લોડર મશીન, એક ડમ્પર અને બે ટ્રેક્ટરો સહિત 55 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને હાલમાં ખનીજ ચોરી કરનારા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા કલેકટર અને ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ જી. મહેશ્વરી અને તેની ટીમે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે નદીના પટ્ટ રેડ કરી હતી ત્યારે સાદી રેતીનું બિન અધિકૃત રીતે ખનન કરવામાં આવી રહ્યું હતું ત્યારે ખનન કરનાર મુકેશભાઇ ભરવાડની માલિકીનું જોન ડિયર કંપનીનું એક લોડર, એક ખાલી ડમ્પર જેના નંબર જીજે 13 એડબલ્યુ 7234 તેમજ બે ખાલી ટ્રેક્ટર મળી આવેલ છે જે બે પૈકી એકના માલિક ગેલાભાઈ રમેશભાઈ કવાડીયા રહે. મયૂરનગર અને બીજાના માલિક નીતિનભાઈ ધનજીભાઇ કોળી રહે. દેવળીયા વાળા હોવાનું સામે આવ્યું હતું અને હાલમાં 55 લાખની કિંમતના વાહનો કબ્જે કરવામાં આવેલ છે અને વાહનો સહિતનો મુદામાલ હળવદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને જે શખ્સો દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી તેની પાસેથી દંડ વસૂલ કરવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News