મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચી નજીક કારખાનામાં અગાસી ઉપરથી પડતા ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE









માળિયા (મી)ના ખાખરેચી નજીક કારખાનામાં અગાસી ઉપરથી પડતા ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં

માળિયા (મી)ના ખાખરેચી ગામ પાસે આવેલ કારખાનામાં અગાસી ઉપરથી પડી જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી)ના ખાખરેચી ગામે આવેલ ફેનો મિનરલ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો દેવીસિંહ ઉરાભાઈ આદિવાસી (35) નામનો યુવાન અગાસી ઉપરથી કોઈ કારણોસર પડી જતા તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર આપ્યા બાદ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનો બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોય પોલીસે બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા હાસમાબેન મોસીનભાઈ જામ (25)ને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.




Latest News