મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ રેડ: 3 બોટલ દારૂ-6 બીયરના ટીન સાથે ત્રણ પકડાયા


SHARE



































મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ રેડ: 3 બોટલ દારૂ-6 બીયરના ટીન સાથે ત્રણ પકડાયા

મોરબી શહેર અને તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએથી ત્રણ બોટલ દારૂ અને બીયરના 6 ટીન સાથે પોલીસે ત્રણ આરોપીને પકડ્યા છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને એક આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3800 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અજયભાઈ મનુભાઈ ડોડીયા (25) રહે. આનંદ એપાર્ટમેન્ટ પાસે મહેન્દ્રનગર ગામ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી છે આવી જ રીતે મોરબી તાલુકા પોલીસની ટીમે દારૂની એક બોટલ સાથે પરેશભાઈ દયાળજીભાઈ ઉર્ફે દિલીપભાઈ કાસુન્દ્રા (25) રહે. ઉમિયાનગર બેલા આમરણ તાલુકો મોરબી વાળાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 375 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબ્જે કરીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ નજીક બ્રિજના છેડા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી 6 બિયર મળી આવ્યા હતા જેથી 600 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરીને પોલીસે આરોપી જીગ્નેશભાઈ ભુપતભાઈ મોરી (27) રહે. હરીપાર્ક સોસાયટી સર્કિટ હાઉસ સામે ઉમા ટાઉનશીપ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મેહુલભાઈ હરસુખભાઈ કાતરીયા (32) રહે. 701 ઇસ્કોન-બી સનાળા બાયપાસ પાસે મુરલીધર હોટલ નજીક મોરબી વાળા પાસેથી બિયરના ટીન મેળવ્યા હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને માલ આપનારને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.


















Latest News