મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ રેડ: 3 બોટલ દારૂ-6 બીયરના ટીન સાથે ત્રણ પકડાયા
હળવદના દીઘડીયા નજીક નદીમાં ન્હાવા ગયેલા આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત
SHARE










હળવદના દીઘડીયા નજીક નદીમાં ન્હાવા ગયેલા આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત
હળવદના દીઘડીયા ગામે આવેલ બ્રાહ્મણી નદીમાં આધેડ ન્હાવા માટે ગયા હતા દરમિયાન કોઈ કારણોસર તે નદીના પાણીમાં ડૂબી ગયા હતા જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા હંસરાજભાઈ સોમાભાઈ ગડેસા (50) નામના આધેડ દીઘડિયા ગામ નજીક આવેલ બ્રાહ્મણી નદીમાં ન્હાવા માટે ગઈકાલે ગયા હતા દરમિયાન કોઈ કારણોસર નદીના પાણીમાં ડૂબી જવાના કારણે હંસરાજભાઈ ગડેસાની ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતકના મોટાભાઈ વાલજીભાઈ સોમાભાઈ ગડેસા (60) રહે. દિઘડીયા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના લાલપર ગામે રહેતા નરેશભાઈ હરજીભાઈ સોલંકી (25) નામના યુવાનને લખધીરપુર રોડ ઉપર કેનાલ પાસે સિરામિક કારખાને નજીક મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી.
અકસ્માતમાં ઇજા
કચ્છના ગાંધીધામ ખાતે રહેતા રાહુલ ભીમસિંગ રાવત (25) નામના યુવાનને સોખડા ગામના પાટીયા નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના જુના જાંબુડીયા ગામે રહેતા વિજયભાઈ પ્રેમજીભાઈ સોલંકી (25) નામનો યુવાન આંદરણા ગામ પાસેથી બાઇક લઈને જતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

