મોરબીમાંથી 432 બોટલ દારૂ ભરેલ કાર સહિત 12.99 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ: બેની શોધખોળ
SHARE









મોરબીમાંથી 432 બોટલ દારૂ ભરેલ કાર સહિત 12.99 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ: બેની શોધખોળ
મોરબીના દલવાડી સર્કલ પાસેથી કાર પસાર થઈ રહી હતી તેને પોલીસે રોકીને ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી પોલીસે 432 બોટલ દારૂ અને કાર મળીને કુલ 12.99 લાખનો મુદામાલ કબજે કરેલ છે. અને કારના ચાલકને પકડવામાં આવેલ છે જો કે, બે શખ્સનાં નામ સામે આવેલ છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપરથી દારૂ ભરેલ કાર નીકળવાની છે તેવી બાતમી મળી હતી જેથી વોચ રાખવામા આવી હતી ત્યારે ક્રેટા ગાડી નંબર જીજે 12 ડીએ 8716 ત્યાંથી પાસર થયેલ હતી અને તે ગાડી રવિરાજ ચોકડીથી રાજકોટ તરફ જઇ રહી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 432 બોટલ મળી આવી હતી જેથી 2,94,948 નો દારૂ, 5000 નો મોબાઈલ ફોન અને 10 લાખની કાર આમ કુલ મળીને 12,99,948 નો મુદામાલ કબ્જે કરેલ છે અને કાર ચાલક આરોપી રામારામ મેઘારામ તરડ રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પૂછપરછમાં ટીકુભાઇ રહે. ગાંધીધામ અને માલ મંગાવનાર તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
