મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી સહિતનો કાફલો મોરબીમાં: 602 જમીન કૌભાંડમાં મૂળ માથાઓ સુધી પહોચવા તપાસનો ધમધમાટ શરૂ


SHARE









સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી સહિતનો કાફલો મોરબીમાં: 602 જમીન કૌભાંડમાં મૂળ માથાઓ સુધી પહોચવા તપાસનો ધમધમાટ શરૂ

મોરબીના વજેપર ગામે સર્વે નંબર 602 ની ખેડૂતની માલિકીની જમીનને બહાર બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને બારોબાર વેચી નાખવામાં આવી હતી જો કે, આ કૌભાંડની ખેડૂતને  સમયસર જાણ થઈ ગયેલ હતી જેથી જમીનના મૂળ માલિકે ફરિયાદ કરી હતી તે ગુનાની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી છે અને આજે સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી સહિતનો કાપલો મોરબી પહોંચ્યો હતો અને ભોગ બનેલ ખેડૂત ખાતેદાર પાસેથી વિગતો મેળવી આગળની તપાસ હાથ ધરી છે

છેલ્લા ઘણા મહિનાથી મોરબીમાં વજેપર ગામના સર્વે નંબર 602 વાળી જમીન ચર્ચાનો વિષય બનેલ છે કારણ કે, બેચર ડુંગર નકુમની માલિકીની જમીન કે જેનો કબજો આજની તારીખે પણ તેના પરિવારજનો પાસે છે તે જમીને બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને બોગસ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને આ જમીનમાં શાંતાબેન પરમાર નામની મહિલાની વારસાઈ એન્ટ્રી કરવામાં આવી હતી જે અંગેની મૂળ માલિકને જાણ થતા તેમણે મોરબીથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરી હતી.

ત્યારબાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોગસ આધાર પુરાવા આધારે વારસદાર બનેલ મહિલા તથા તે મહિલા તરઘરી ગામના સરપંચ સાગર આંબારામ ફૂલતરિયાને કરોડો રૂપિયાની જમીન નજીવી રકમમાં વેચી નાખી હતી તે બંનેની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી તેવામાં આ ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી જેથી તેઓ આજે મોરબી આવ્યા હતા અને ભોગ બનેલા ખેડૂતના પરિવારજનની મુલાકાત કરી તેમની પાસેથી વિગતો મેળવીને ગુનાની તપાસ શરૂ કરે છે

આ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે શાંતાબેન પરમાર નામની મહિલાનો બોગસ વારસાઈ આંબો બનાવવામાં આવ્યો હતો અને તેના આધારે બેચર ડુંગર નકુમના નામની જે જમીન હતી તેમાં તેને વારસદાર તરીકે શાંતાબેન પરમારનું નામ ઉમેરાયું હતું અને તેમાં અધિકારીઓ સહિતનાઓની સંડોવણી હોય જે તે સમયે ભોગ બનેલા ખેડૂત ખાતેદાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17 શખ્સો સામે ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ પોલીસે માત્ર મહિલા સહિત બે જ વ્યક્તિની સામે નામ જોગ ફરિયાદ લીધેલ હતી

જેથી કલેકટરને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓની હાજરીમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ફરિયાદ સામે અસંતોષ ફરિયાદી વ્યક્ત કર્યો હતો જેથી કલેક્ટરની ખાતરી બાદ ફરિયાદી 17 લોકોના નામ જોગ પોતાનું લેખિત નિવેદન આપ્યું હતું. જેથી આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા હતા અને આ કૌભાંડના મૂળ માથાઓ સુધી પહોંચવા માટે એક પછી એક કડી ગોઠવાઈ રહી હતી તેવામાં ચકચારી જમીન કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવેલ છે જેથી આગામી સમયમાં તપાસમાં ચોંકાવનાર માહિતી સામે આવે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી

મોરબીમાં જમીન કૌભાંડ કરીને ખેડૂતની માલિકીની જમીન બારોબાર વેચી નાખવાનું જે કાવતરું કરવામાં આવ્યું હતું તે કાવતરા ઉપર તો કલેક્ટરે છેલ્લે કરેલા હુકમથી પાણી ફરી વળ્યું છે કેમ કે, મોરબીના પ્રાંત અધિકારી દ્વારા પોતાની સત્તાથી ઉપર જઈને જે વારસાઈ નોંધને પ્રમાણિત કરવામાં આવી હતી તે વારસાઈ નોંધને રદ કરવા માટેનો કલેક્ટર દ્વારા હુકમ કરી દેવામાં આવ્યો છે જોકે આ જમીન પચાવી પાડવા માટે જે કૌભાંડ કરાયું હતું તેમાં સંડોવાયેલા શખ્સોની સામે આકરા પગલાં લેવાઆ આવે તેવું ભોગ બનેલ ખેડૂત અને તેના પરિવારજનો ઈચ્છી રહ્યા છે




Latest News