મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે ઘરમાં લાઇટ કેમ બંધ કરી તેવું પૂછવા ગયેલ યુવાન અને તેની પત્નીને ધોકા-ધારિયા વડે માર્યો: સસરા સહિત બે સામે ફરિયાદ


SHARE



































મોરબીના વનાળીયા ગામે ઘરમાં લાઇટ કેમ બંધ કરી તેવું પૂછવા ગયેલ યુવાન અને તેની પત્નીને ધોકા-ધારિયા વડે માર્યો: સસરા સહિત બે સામે ફરિયાદ

મોરબીના વનાળીયા ગામે રહેતા યુવાનના ઘરની અંદર આવતી લાઈટ તેના પિતાએ બંધ કરી દીધી હતી જેથી યુવાન તેના પિતાને લાઈટ કેમ બંધ કરી છે તેવું કહેવા માટે ગયો હતો ત્યારે યુવાનના પિતાએ તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો ત્યારે તેને બચાવવા માટે તે યુવાનની પત્ની વચ્ચે પડી હતી જે મહિલાને તેના સસરાએ ધારિયા વડે માથામાં અને શરીરે માર માર્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના સસરા સહિત બે સામે ગુનો નોંધીને આગળની કાર્યાવહી કરેલ છે.

મોરબીના વનાળિયા ગામે રહેતા ભાનુબેન રાજેશભાઈ અજાણા (26)એ હાલમાં તેઓના સસરા ધારાભાઈ ગેલાભાઈ અજાણા રહે. વનાળીયા તેમજ મનિષાબેન વિરાજભાઈ ખાંભલા રહે. સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વનાળીયા ગામે તેઓના ઘરે આવતી લાઈટ તેમના સસરાએ બંધ કરી દીધી હતી જેથી ફરિયાદીએ તેના પતિને વાત કરતા તેના પતિ લાઈટ કેમ બંધ કરી દીધેલ છે તેવું કહેવા માટે ફરિયાદીના સસરા પાસે ગયા હતા ત્યારે ફરિયાદીના પતિની સાથે તેના પિતા અને ફરિયાદીના સસરાએ બોલાચાલી અને ઝઘડો કરીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ફરિયાદી તેના પતિને બચાવવા માટે વચ્ચે પડતા ફરિયાદીને તેના સસરાએ ફળિયામાં પડેલ ધારિયા વડે માથા તથા ડાબી બાજુના ખભામાં અને જમણા હાથ ઉપર માર માર્યો હતો અને આરોપી મનીષાબેનએ ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં તેના સસરા સહિત બે સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


















Latest News