માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી નજીક ફૂટબોલની જેમ ઉડાવીને બાળકીનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE

















મોરબી નજીક ફૂટબોલની જેમ ઉડાવીને બાળકીનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી થોડા દિવસો પહેલા પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહેલા બાળકીને કાર ચાલકે ફૂટબોલના બોલની જેમ ઉડાવી હતી જેથી તે બાળકી રસ્તા ઉપર પટકાતા તેને ગંભીર ઇજા થઈ હતી અને બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બનાવમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

રાજકોટ જિલ્લાના પડધરી ગામે ફૂલવાડી શાળા પાસે રહેતા દિલીપભાઈ નરશીભાઇ જાદવએ હલમ કાર નંબર જી.જે. 36 એ.જે. 6647 ના ચાલક સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે ફરિયાદીની 13 વર્ષની દીકરી ઝરણા વેકેશન હોવાથી મોરબી આવી હતી અને તેના માસીની સાથે તે ગત તા. 14 ના રોજ બપોરે 11:00 વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કાર ચાલકે ઝરણા જાદવને જોરદાર ટક્કર મારી હતી જેથી તે રસ્તા ઉપર પટકાઈ હતી અને તેને ગંભીર ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ જવામાં આવી હતી જો કે, ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. 




Latest News