મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે મોર્નિંગ વોકમાં ગયેલ પિતા-પુત્રને ઉડાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના બગથળા ગામે મોર્નિંગ વોકમાં ગયેલ પિતા-પુત્રને ઉડાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના બગથળા ગામે યુવાન અને તેના પિતા બંને મોર્નિંગ વોક ગયા હતા ત્યારે રીક્ષા ચાલકે યુવાન અને તેના પિતાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાન અને તેના પિતાને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ બગથળાના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ સરદાર નગર સોસાયટી શિવધારા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 403 ની મીમા પાનની બાજુમાં રહેતા નયનકુમાર રમેશભાઈ ઠોરિયા (33)એ સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 5905 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે નાની વાવડી બગથળા રોડ ઉપર આવેલ ઇવા કારખાના અને સિલ્વર સાઇન પેટ્રોલ પંપની વચ્ચેથી ફરિયાદી તેના પિતા રમેશભાઈ ઠોરિયા સાથે મોર્નિંગ વોકમાં ગયા હતા દરમિયાન રિક્ષા ચાલકે ફરિયાદી તથા તેના પિતાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને શરીરે જમણી સાઈડમાં નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ ખભા અને પગમાં ફ્રેકચર થયેલ છે જ્યારે તેના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ છે જેથી તે બંને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં નયનભાઈ ઠોરિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને તેના પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News