મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ નદીમાંથી મૃતદેહ મળ્યો


SHARE



































મોરબીમાંથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ નદીમાંથી મૃતદેહ મળ્યો

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટક મિલ પાસે રહેતો યુવાને બે દિવસ પહેલા ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ ગઈકાલે બપોરે મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી ગયેલા હાલતમાં તેની લાશ મળી આવી હતી જેથી તેને મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રમેશ કોટન મીલની અંદર રહેતા સંજયભાઈ મેઘજીભાઈ ઉઘરેજા (35) નામનો યુવાન ગત તા. 22 ના રોજ પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો ત્યારબાદ તે યુવાનને તેના પરિવારજનો શોધી રહ્યા હતા દરમિયાન ગઈકાલે બપોરે 11:00 વાગ્યાના અરસામાં વીસીપરા પાસે મચ્છુ નદીમાં ઈંટના ભઠ્ઠા સામે પાણીમાં ડૂબી ગયેલ હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યાવહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બી.કે. દેથા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

માળીયા મીયાણાના અણીયારી ટોલનાકા પાસે આવેલ પટેલ પાન નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મુકેશ ઉર્ફે ગુજી બાબુભાઈ દેગામા (41) રહે. ખાખરેચી વાળો વરલીના આંકડા લેતા મળી આવતા પોલીસે તેની પાસેથી 350 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધાયો છે


















Latest News