મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીક આરટીઓ સામે રોંગ સાઈડમાં આવેલ બાઇક કાર સાથે અથડાતા દંપતિ ખંડિત: આધેડનું મોત


SHARE



































મોરબી નજીક આરટીઓ સામે રોંગ સાઈડમાં આવેલ બાઇક કાર સાથે અથડાતા દંપતિ ખંડિત: આધેડનું મોત

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા આધેડ તેઓના પત્ની સાથે બાઈક ઉપર મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ આરટીઓ ઓફિસ સામે રોંગ સાઈડમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ બ્રેઝા કાર સાથે તેઓનું બાઈક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં દંપતીને ઇજા થયેલ હતી અને સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વજેપર શેરી નંબર-9 માં રહેતા ગીતાબેન વાલજીભાઈ ચાવડા (50)એ તેમના પતિ મૃતક વાલજીભાઈ રણછોડભાઈ ચાવડા (57) ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના પતિના બાઈક નંબર જીજે 3 ડીઇ 1952 માં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આરટીઓ ઓફિસની સામેના ભાગમાં વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા દરમિયાન સામેથી આવી રહેલ બ્રેઝા કાર નંબર જીજે 18 ડીએચ 0008 ની સામે ફરિયાદીના પતિએ બાઇક અથડાવ્યૂ હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ તેના પતિને જમણા પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરનામાનો ભાંગ

હળવદ તાલુકાના સુસાવાવ ગામની સીમ આવેલ વાડીએ કામ કરતાં શ્રમિકોની માહિતી પોલીસને આપવામાં આવી ન હતી અને તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા તેમજ મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી રજીસ્ટર કરેલ ન હતી જેથી પ્રકાશભાઈ ઘોઘાભાઇ શીપરા (31) રહે. નવા સુંદરગઢ તાલુકો હળવદ વાળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.


















Latest News