મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે ભાઈની ખબર પૂછવા ગયેલ બહેન-બનેવીને મોટા સાળા સહિત ત્રણે આપી ધમકી


SHARE









માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે ભાઈની ખબર પૂછવા ગયેલ બહેન-બનેવીને મોટા સાળા સહિત ત્રણે આપી ધમકી

મોરબીમાં રહેતા આધેડ મહિલા તેઓના નાનાભાઈને કેન્સરનું ઓપરેશન કરાવેલ હોવાથી તેની ખબર પૂછવા માટે તેને માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ગયા હતા ત્યારે તે મહિલાના મોટાભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે મહિલા તથા તેના પતિને લાકડી વડે માર મારવાનો પ્રયાસ કર્યો હતો તથા ગાળો આપીને “હવે તમો કેટલા દિવસ જીવતા રહો છો એ અમો જોઈ લેશું, અમારી પાસે ઘણા ગુંડા માણસો છે” તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ તેના ભાઈ, ભાભી અને ભત્રીજા સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટીમાં પ્રાથમિક શાળાની બાજુમાં નિધિપાર્ક સામે રહેતા નાનીબેન મૂળજીભાઈ સોલંકી (55) નામના મહિલાએ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમના મોટાભાઈ કેશુભાઈ તીકમભાઈ ચાવડા, ભાભી વિનુબેન કેશુભાઈ ચાવડા તથા ભત્રીજા અક્ષય કેશુભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના પતિ સાથે જૂના ઘાટીલા ગામે તેમના નાનાભાઈ લખમણભાઇ તીકમભાઈ ચાવડાને મોઢાના જડવાનું કેન્સર હતું જેથી ઓપરેશન કરાવ્યુ હતું. માટે ફરિયાદી તેના પતિ સાથે તેઓની ખબર પૂછવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તથા તેના પતિને લાકડી વડે માર મારવાનો પ્રયાસ કર્યો હતો અને ગાળો આપીને “હવે તમો કેટલા દિવસ જીવતા રહો છો એ અમો જોઈ લેશું, અમારી પાસે ઘણા ગુંડા માણસો છે” તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તે મહિલાના ભાઈ, ભાભી અને ભત્રીજા સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News