માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબીના વિરાટનગર (રં) પાસે કારનો પીછો કરીને 8 બોટલ દારૂ ભરેલ કાર પકડી, આરોપી ફરાર: 3.20 લાખનો મુદામાલ કબ્જે


SHARE









મોરબીના વિરાટનગર (રં) પાસે કારનો પીછો કરીને 8 બોટલ દારૂ ભરેલ કાર પકડી, આરોપી ફરાર: 3.20 લાખનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકાના વિરાટનગર (રંગપર) ગામે સ્થાનિક પોલીસ દારૂ ભરેલ કારની વોચમાં હતી ત્યારે મળેલ બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થઈ હતી જેને રોકવાનો પ્રયાસ કરતાં કાર ચાલકે ગાડીને ભગવી હતી જેથી તેનો પીછો કરતાં તે કાર સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં ઊભેલી હતી જેને ચેક કરતાં કારમાંથી દારૂની 8 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ તથા કાર મળીને 3,02,112 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને કાર છોડીને ભાગી ગયેલા કાર ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના વિરાટનગર (રંગપર) ગામે પાસેથી દારૂ ભારે કાર પસાર થવાની છે તેવી બાતમી મળી હતી જેથી કરીને તાલુકા પોલીસની ટિમ વિરાટનગર (રંગપર) પાસે ગેઇટ નજીક કારની વોચમાં હતી તેવામાં મળેલ બાતમી મુજબની કાર નીકળી હતી જેને રોકવા માટેનો પ્રયાસ પોલીસે કર્યો હતો ત્યારે કાર ચાલકે તેની કારને ત્યાંથી મારી મૂકી હતી જેથી પોલીસે તે કારનો પીછો કર્યો હતો ત્યારે આ કાર સ્વામી નારાયણ મંદિર વાળી શેરીમાં પડેલ મળી આવી હતી જેથી કાર નંબર જીજે 27 ડીએચ 9689 ને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂની 8 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2,112 ની કિંમતની દારૂની બોટલ તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,02,112 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો જેથી હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News