મોરબી તાલુકાના હજનારી ગામના રેશનકાર્ડને અન્ય ગામમાં વિભાજન કરવા માંગ
SHARE
મોરબી તાલુકાના હજનારી ગામના રેશનકાર્ડને અન્ય ગામમાં વિભાજન કરવા માંગ
મોરબી તાલુકાના હજનારી ગામના સરપંચ દ્વારા પત્ર લખીને મામલતદાર પાસે રજૂઆત કરવામાં આવી છે કે, હાલ તેઓના ગામના રેશનકાર્ડ મોડપર ગામની સસ્તા અનાજની દુકાનમાં છે જોકે તે ગામની સસ્તા અનાજની દુકાન ધારક દ્વારા સમયસર દુકાન ખોલવામાં ન આવતી હોવાને લીધે હજનારી ગામના લોકોને પાંચ કિલોમીટરનો ફોગટફેરો થતો હોય છે.કારણકે મોડપર ગામની સસ્તા અનાજની દુકાન અવાર નવાર બંધ રહેતી હોય તેમજ સમયસર દુકાન ખોલવામાં પણ આવતી ન હોય હજનારી ગામના લોકોએ હેરાન થવુ પડે છે.
માટે લોકહિતમાં ગામના સરપંચ એ.એમ.પારેજીયાએ લેખીતમાં મામલતદાર સમક્ષ માંગ કરીને જણાવ્યું છેકે હજનારી ગામના લોકોના રેશનકાર્ડ હાલ મોડપર ગામમાં છે તેને બીલીયા અથવા ખારચીયા ગામમાં પોર્ટ(ચેન્જ) કરવામાં આવે.હજનારી ગામના સરપંચ દ્વારા એમ પણ જણાવાયેલ છે કે મોડપર ગામના દુકાનદારની ઘણી ફરિયાદો હોય છે અને તે માટે તેના ઉપર ઘટતી કાર્યવાહી પણ થવી જોઈએ.કારણ કે મોડપર તેમજ હજનારી ગામના લોકો જ્યારે પણ માલ લેવા માટે જાય છે ત્યારે અવાર નવાર મોડપર ગામની સસ્તા અનાજની દુકાન બંધ હોવાને લીધે ત્યાંના લોકોને ફોગટફેરો તેમજ હજનારી ગામના લોકોને પાંચ કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે માટે મોડપર ગામમાંથી કાર્ડ કાઢીને બીલીયા અથવા તો ખારચીયા ગામમાં સમાવવામાં આવે તેવી માંગ હજનારી ગામના સરપંચે મામલતદાર સમક્ષ કરેલ છે.