મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવાની બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને મારામારી: સામસામી ફરિયાદ


SHARE







મોરબીના આમરણ ગામે ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવાની બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને મારામારી: સામસામી ફરિયાદ

મોરબી તાલુકાનાં આમરણ ગામે અગાઉ ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને મારા મરીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી સાત વ્યક્તિઓને નાના મોટી ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ આમરણમાં સામસામી મારા મારિનો બનાવ બન્યો હતો જેમાં કાદરમિયા અસરફમિયા બુખારી (૩૫), સલીમ સમસુદીન  બુખારી (૨૨), આસિફ અબ્બાસમિયા બુખારી (૨૨), તૌફિક અબ્બાસમિયા બુખારી (૨૩), સબાનાબેન નજીરમિયા બુખારી (૨૧), તેમજ સામેના પક્ષના યાસીનમિયા બાવામિયા બુખારી (૪૨) અને જાવિદમિયા રસિદમિયા બુખારી (૩૫) રહે.બધા આમરણ ગામ તા.જી.મોરબીને સિવિલે સારવારમાં ખસેડાયા હતા. ત્યાર બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જેમાં આમરણ ગામના દાવલશા વાસમાં રહેતા જાવીદમીયા બસીરમીયા બુખારી જાતે સૈયદ (ઉ.૩૫) વાળાએ ઇદ્રીશમીયા અબ્બાસમીયા બુખારી, અસરફમીયા અબ્બાસમીયા બુખારી, ગુલામ હુસૈન અસરફમીયા બુખારી, સલીમમીયા સમસુદીન બુખારી અને સબ્બીરમીયા ઉર્ફે જમાદાર અકબરમીયા બુખારી રહે. બધા આમરણ દાવલશા વાસ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અગાઉ ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરીને જીવલેણ હથિયારો ધારણ કરીને હુમલો કર્યો હતો અને ઇદ્રીશમીયા અબ્બાસમીયા બુખારીએ લોખંડના પાઇપ વડે તેમજ બાકીના શ્ખ્સોએ લાકડાના ધોકા સાથે આવી ક્રૂઝર ગાડી નં. જીજે ૩૭ ટી ૫૪૫૬ વાડીનો કાચ તોડી નાખ્યો હતો અને મુંઢ માર મારીને ઇજા કરી હતી તેમજ સાહેદ યાસીનમીયા બુખારી છોડાવવા આવતા તેને આરોપીઓએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો તેમજ ફરીયાદીના મામાના દિકરા વસીમમીયા બુખારીના ઘર પાસે પડેલ રીક્ષાનો કાચ તથા હુડ તોડી નાખ્યું હતું અને વસીમમીયા બુખારીને પાઇપ વડે મારી જમણા હાથની વચલી આંગળીમાં ઇજા કરી હતી અને સબાનાબેન બુખારીને પણ માર માર્યો હતો જેથી પોલીસે ફરિયાદ લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જયારે સામાપક્ષેથી આશીફમીયા અબ્બાસમીયા બુખારી જાતે સૈયદ (ઉ.૨૨) એ જાવીદમીયા બસીરમીયા બુખારી, યાસીનમીયા બળુમીયા બુખારી, વશીમમીયા કાદરમીયા બુખારી, આરીફમીયા ઉર્ફે જીન્ગો અલ્લારખા બુખારી અને નજીરમીયા બશીરમીયા બુખારી રહે. બધા દાવલશા વાસ આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આ કામના આરોપીઓએ જીવલેણ હથિયારો ધારણ કરી ફરીયાદીના ભાઇ ઇદ્રીશમીયાસાથે અગાઉ ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને હુમલો કર્યો હતો અને જાવીદમીયા બસીરમીયા બુખારીએ લોખંડના સળીયા વડે તેને જમણા હાથમાં કાંડાથી ઉપરના ભાગે ઇજા કરી હતી અને યાસીનમીયા બળુમીયા બુખારીએ લાકડાના ધોકાથી સલીમમીયા, કાદરમીયા અને તોફીકમીયાને બીભત્સ ગાળો આપીને માર માર્યો હતો જેથી કરીને યુવાનની ફરિયાદ લેવામાં આવી છે આમ પોલીસે સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News