મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલમાં યોજાએલ મગજ-મણકાના નિ:શુલ્ક કેમ્પનો ૨૭૦ થી વધુ લોકોએ લાભ લીધો


SHARE









મોરબીની આયુષ હોસ્પિટલમાં યોજાએલ મગજ-મણકાના નિ:શુલ્ક કેમ્પનો ૨૭૦ થી વધુ લોકોએ લાભ લીધો

મોરબીમાં શ્રી સત્ત સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને આયુષ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્રારા યોજવામાં આવેલ કેમ્પનો ૨૭૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.કેમ્પમાં દર્દીઓ માટે વિના મુલ્ય ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જરૂરીયામંદ દર્દીઓને માઁ કાર્ડ અથવા આયુષ્માન કાર્ડમાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા.જે દર્દી પાસે માઁ કાર્ડ કે આયુષ્માન કાર્ડ ન હોય તેવા દર્દીઓને કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે.

તા.૨૮-૧૧ ને રવિવારે યોજાએલા નિઃશુલ્ક ઓપરેશન કેમ્પમાં ન્યૂરો સર્જરી એટલે કે મગજ, મણકા અને કરોડરજ્જુના દર્દીઓને લાભ મળ્યો હતો.કેમ્પમાં ડો.મિલન મકવાણા (M.S., DNB, ન્યૂરોસર્જન) એ સેવા આપેલ.આયુષ હોસ્પિટલના સંચાલક ડો.ચેતન અઘારાના જણાવ્યા મુજબ  કેમ્પમાં મગજની ગાંઠ, મજગની ઈજા, મગજમાં હેમરેજ, મગજમાં પાણી ભરાવુ, માથાનો  દુખાવો, લકવાની અસર તેમજ કમર અને ડોકનો દુઃખાવો, મણકાની ઇજા, મણકાની ગાંઠ, કેન્સર કે ટીબી, મણકાના ફેક્ચર, મણકાનો ઘસારો, મણકા ખસી જવા, ગાદીની તકલીફ, ગાદીમાં સોજો, નસ દબાઈ જેવી વગેરેની તકલીફ વાળા દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો.તેમજ એપેન્ડીક્ષ, હર્નિયા, વધરાવટ, હરસ,મસા-ભગંદર, સ્ત્રીરોગના દર્દીઓને નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ મળ્યો હતો કુલ ૨૭૦ થી વધુ લોકોને આ કેમ્પનો લાભ મળ્યો હતો.તેમજ ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટીક અને હદયની તકલીફવાળા પેસ્નટોને પણ તપાસીને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આયુષ હોસ્પિટલ જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે રાખેલ છે. અને વધુ માહિતી માટે મો.૭૫૭૫૦ ૮૮૮૮૮ અને મો.૭૫૭૫૮ ૨૨૨૨૨ ઉપર સંપર્ક કરવા માટે ડો. ચેતન અઘારાએ અનુરોધ કર્યો છે.




Latest News