મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત


SHARE



































મોરબી નજીક કારખાનામાં ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રાત્રિના સમયે પગપાળા જતી મહિલાને ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસી નરવતભાઈ પ્રતાપભાઈ (46)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે 19 જીજે 1772 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના રફાળેશ્વર નજીક આવેલ નોટો સીરામીક કારખાનામાં ફરિયાદીના પત્ની સુમિત્રાબેન પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીના પત્નીને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં સુમિત્રાબેનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેઓનું મોત નીપજયું હતુ. જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના નવા મકનસરમાં રહેતા દિલીપભાઈ ગંગારામભાઈ મકવાણા (38) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.

 મહિલા સારવારમાં

હળવદના ડુંગરપુર ગામે રહેતા ચંપાબેન કોળી (70) નામના મહિલા બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જતા તેમને ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી જનાવર કરડી ગયું

મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક પાનેલી રોડ ઉપર રહેતા રાહુલ રાજુભાઈ વાઘેલા (5) નામના બાળકને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.


















Latest News