મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે છાતી-પીઠમાં દુખાવો ઉપાડતાં સારવારમાં લઈ જવાતા આધેડનું મોત


SHARE









ટંકારાના ગજડી ગામે છાતી-પીઠમાં દુખાવો ઉપાડતાં સારવારમાં લઈ જવાતા આધેડનું મોત

ટંકારાના ગજડી ગામે રહેતા આધેડને છાતી અને પીઠમાં દુખાવો થતો હતો જેથી તેને સારવાર માટે પ્રથ્સ્મ ટંકારા અને ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબી લઈને આવતા હતા દરમિયાન રસ્તામાં તે આધેડનું મોત નીપજયું હતું જેથી મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ગજડી ગામે રહેતા માણસુરભાઈ પાલાભાઈ ડાંગર (50) નામના આધેડને છાતી અને પીઠમાં દુખાવો ઉપાડતા તેઓને ટંકારા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવતા હતા તેવામાં રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પ્રાથમિક તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસ.કે. બાલાસરા દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતો તાહિલ ઈકબાલભાઈ ઠાસરીયા (29) નામનો યુવાન માટેલ રોડ ઉપર કારખાનેથી કેન્ટિંગમાં જતો હતો દરમિયાન તેના એકટીવાને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના પંચાસિયાથી વાંકાનેર તરફ જવાના રોડ ઉપર મહમદઆરીફ ઈસ્માઈલભાઈ ચૌધરી (13) નામનો તરુણ ઘરેથી વાડીએ જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News