મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મહાવીર સોસાયટી પાસે બેભાન થઈ ગયેલ યુવાનનું મોત


SHARE









વાંકાનેરમાં મહાવીર સોસાયટી પાસે બેભાન થઈ ગયેલ યુવાનનું મોત

વાંકાનેરના રાજા વડલા રોડે આવેલ અંધ અપંગ ગૌશાળા ખાતે રહેતો અને કામ કરતો યુવાન વાંકાનેરમાં મહાવીર સોસાયટી પાસે કોઈ કારણસર બેભાન થઈ જતા તેને હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજા વડલા રોડ ઉપર આવેલ અંધ અપંગ ગૌશાળા ખાતે રહેતા મૂળ એમપીનો રહેવાસી સુરપાલ કેન્દ્રુ શીંગાળ (19) નામનો યુવાન વાંકાનેરમાં આવેલ મહાવીર સોસાયટી પાસે હતો ત્યારે કોઈ કારણસર તે બેભાન થઈ ગયો હતો જેથી તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા રાજેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ (40) નામનો યુવાન ઘર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News