મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પુરવઠા વિભાગની સિથિલતાને લીધે સરકાર બદનામ થતી હોય કલેકટરને રજૂઆત


SHARE











મોરબીમાં પુરવઠા વિભાગની સિથિલતાને લીધે સરકાર બદનામ થતી હોય કલેકટરને રજૂઆત

મોરબીમાં પુરવઠા વિભાગની સિથિલતાને લીધે લોકો હેરાન થાય છે અને સરકાર બદનામ થતી હોય જિલ્લા સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી.જોષીએ કલેકટરને લેખીત રજૂઆત કરી જવાબદારો સામે પગલા લેવા માંગ કરેલ છે તેમજ જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોનું યોગ્યકક્ષાએથી સુપર વિઝન કરવા માંગ કરેલ છે.

મોરબીના જાગૃત નાગરીક અને મોરબી જીલ્લા અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના સલાહકાર પી.પી.જોષીએ જીલ્લા કલેકટરને કરેલ રજૂઆતમાં તેઓએ જણાવેલ છેકો અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવા છતાં જાહેરનામાં મુજબ માંગવામાં આવ્યા પ્રમાણે નવી સસ્તા અનાજની દુકાનો માટેની તમામ અરજીઓ તા.૩૧-૭ સુધીમાં આપવાની હતી જે અરજીઓ ઉપર કોઈ કાર્યવાહી આજદિન સુધી કરેલ નથી..! જે વ્યાજબી છે..? જે માટે જવાબદાર અધિકારીને સુચના આપવા માંગ કરાયેલ છે.કેમકે અધીકારીની અણઆવડત કે બેદરકારીનો ભોગ ગ્રામ્ય વિસ્તારની પ્રજા બની રહી છે અને છેવાડાના લોકો ખૂબ જ હેરાન થાય છે. તો નિયમોનુસાર કલેકટર કક્ષાએથી જીલ્લા પુરવઠા વિભાગને જરૂરી તાકીદ કરવી જોઇએ.

મોરબી સીટી મામલતદાર ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યાને આજે બે વર્ષ પુરા થયા છતાં પણ ત્યાં પુરવઠા શાખાને લગતી કામગીરી થતી નથી..! અને અરજદારને લાલબાગ સેવા સદન ખાતે ધકકા થાય છે અને મોંઘાદાટ રીક્ષા ભાડા ખર્ચીને ત્યાં જવું પડે છે અને ત્યાં પણ કાર્ય ભારણ વધુ હોય છે તેથી સીટી મામલતદાર કચેરી તાત્કાલીક ચાલુ કરવા માંગ કરેલ છે.મોરબી સીટીમાં આજે ઘણી સસ્તા અનાજની દુકાનો લાંબા સમયથી ચાર્જમાં ચાલે છે તે અંગેનું જાહેરનામું બહાર પાડીને કોઇ શિક્ષીત બેકાર કે વિધવાને તેનું સંચાલક સોંપવુ જોઇએ જેથી કરીમે તેમને રોજગારી મળે અને લોકોની સમસ્યા દુર થાય તેમજ જે દુકાનો ચાર્જમાં ચાલે છે જે અંગેનું જાહેરનામું કેમ બહાર પાડવામાં નથી આવતું તે પણ તપાસનો વિષય છે.તે દુકાનોનું પણ કલેકટર કક્ષાએથી યોગ્ય સુપર વિઝન કરવા માંગ કરાયેલ છે

મોરબી શહે૨માં ધણા સસ્તા અનાજના દુકાનદારો એક હજારથી તેરસો જેટલા એનએફએસએ કાર્ડ ધરાવે છે અને બાજુમાં આવેલ દુકાનદારને માત્ર બસોથી ત્રણસો જેટલા એનએફએસએ. કાર્ડ આવેલ છે. તો સરકાર દ્વારા હાલમાં આવેલ ૨૦૨૧ ની સુચના મુજબ તમામ દુકાનદારને પોષણક્ષમ એનએફએસએ કાર્ડને નજીકની દુકાનમાં નાંખવા બાબતે સરકારના પત્ર અન્વયે નિયમો અનુસારની કાર્યવાહી કરવી જોઇએ જેથી દુકાનદારનું ગુજરાન ચાલી શકે.જે બાબતે યોગ્ય કરવા માંગ કરી છે.ઘણીવાર તો દુકાનદારને જ સમયસર માલ મળતો નથી જેથી એનએફએસએ કાર્ડ ધારકોને નિયમીત રાશન મળતું નથી અને વારંવાર દુકાન ઉપર ધકકા થાય છે.તેમજ સરકારે "વન નેશન વન રાશનકાર્ડ" એટલે કે કાર્ડ ધારક કોઈપણ સસ્તા અનાજની દુકાનથી જથ્થો લઈ શકે તેનો અમલ થતો નથી અને સરકારના નિયમનો ખુલ્લે આમ ભંગ થાય છે જે બાબતે યોગ્ય કરવા તેમજ પુરવઠા વિભાગના અનેક પ્રશ્નો છે તે હલ કરવા પી.પી.જોષીએ કલેકટરને જણાવેલ છે.સરકાર દ્વારા કરોડો રૂપીયા ગરીબો પાછળ ખર્ચ કરવામાં આવે છે પણ અધિકારી-કર્મચારીની અનઆવડત કે બેદરકારીને કારણે આવો લાભ પ્રજા સુધી પહોંચતો નથી જે ધણી જ દુઃખદ બાબત કહેવાય.આજદિવસ સુધી અનેક વખત જીલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર પાસે રજુઆત કરેલ છે.પરંતુ આજદિન સુધી કોઈ નકકર નિરાકરણ આવેલ નથી જેના લીધે સરકાર બદનામ થાય છે અને પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે માટે ઉપરોકચ તમામ બાબતે વહેલી તકે પ્રશ્નોનું કલેકટરની કક્ષાએથી યોગ્ય નિરાકરણ લાવવા પી.પી.જોષીએ માંગ કરી છે.






Latest News