મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી સબસિડી ન આવતા લાભાર્થીઓને ધક્કા; સીએમને કરાઇ રજૂઆત


SHARE









મોરબીમાં સરકારી સબસિડી ન આવતા લાભાર્થીઓને ધક્કા; સીએમને કરાઇ રજૂઆત

મોરબીમાં પ્રધાનમંત્રીની મહિલા ઘર યોજના હેઠળ જમા થતી સબસીડી છેલ્લા ૩ વર્ષથી જમા કરવામાં આવી નથી જેથી કરીને લાભાર્થીઓને તેનો લાભ મળતો નથી અને પાલિકામાથી તોછડાઈ ભર્યા જવાબો આપવા આવે છે ત્યારે લાભર્થીને તાત્કાલિક સબસિડીનો લાભ મળે તે માટે સામાજિક કાર્યકરો દ્વારા રાજ્યના સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી.બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ દ્વારા સીએમને રજૂઆત કરેલ છે કે, છેલ્લા ૩ વર્ષથી મહિલા ધર યોજના હેઠળ જે સબસીડી જમા થાય છે અને આધાર ફાઇનાન્સ દ્વારા લોન મકાન લેવા માટે લીધેલ હોય તો પણ ત્યાં સબસીડી જમા થતી નથી. મોરબી જીલ્લામાં છેલ્લા ૩ વર્ષથી ૧૦૦ જેટલા લાભાર્થીને સબસીડી જમા થયેલ નથી અને ઘણા લોકોએ આધાર ફાઇનાન્સ હેઠળ લોન મુકેલ છે જેમાં ૧૦૦ લાભાર્થીઓમાંથી એક પણ લાભાર્થીને લાભ મળેલ નથી અને આવા લાભાર્થને આધાર ફાયનાન્સ વાળા કે અન્ય ફાઇનાન્સ વાળાઓ પાસે ધકકા ખવડાવે છે અને તેઓને પુછીએ તો કહે છે કે તમારી પ્રોસીજર ચાલુ છે તથા અમુક તેની પાછળની જે અરજીઓ કરેલ છે તેઓને પણ સબસીડી મળી ગયેલ છે અને ૩ વર્ષથી ૧૦૦ જેટલા લાધાર્થીને હજુ આ લાભ પ્રધાનમંત્રીનું પહેલુ મકાન હોય એને સરકાર તરફથી સબસીડી આપવામાં આવેલ છે તો હજુસુધી લાભાર્થીઓને સબસીડી મળેલ નથી. અને બધા ડોકયુમેન્ટ પુરા હોવા છતા અરજદારોને ધકકા ખવડાવે છે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે આ ઉપરાંત મકાન રીપેરીંગ, કાચા મકાનના રીપેરીંગ માટે ૩.૫૦ લાખ રૂપીયા વાળી સબસીડી મળે છે જો કે, અનેક લાભાર્થીઓને લાભ મળેલ નથી જેથી લાભાર્થીઓ સબસીડી માટે ધકકા ખાય છે અને વલખા મારી રહયા છે. ત્યારે અધુરામાં પૂરું પાલિકાના સ્ટાફ દ્વારા અરજદારોની સાથે તોછડાઇ કરવામાં આવે છે જો સબસીડી આવે તો હપ્તો અડધો થઇ જાય તેમ છે માટે ગરીબ માણસોએ વ્યાજે પૈસા લઇને મકાન જર્જરિત હોય તે પાડીને નવા બનાવેલ છે અને માણસોને આશા હોય કે સરકારમાંથી પૈસા આવશે ત્યારે ભરી દઇશું પરંતુ પૈસા ન આવવાથી માણસો હેરાન થઈ ગયા છે ત્યારે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે




Latest News