મોરબીમાં સરકારી સબસિડી ન આવતા લાભાર્થીઓને ધક્કા; સીએમને કરાઇ રજૂઆત
મોરબીના સિરામીક ઉદ્યોગના હિતમાં ગુજરાત ગેસ કંપની સામે જાહેરહિતની અરજી કરવા તૈયારી
SHARE
મોરબીના સિરામીક ઉદ્યોગના હિતમાં ગુજરાત ગેસ કંપની સામે જાહેરહિતની અરજી કરવા તૈયારી
મોરબી સિરામીક ઉદ્યોગ ઉપર છેલ્લા ઘણા સમયથી ગુજરાત ગેસ પ્રા.લી. મનમાની ચલાવી રહી છે જેમા ભાવ વધારાના માર ઉપરાંત ગેસ મેળવવા માટે ઉદ્યોગકારે બે થી ત્રણ કરોડની બેંક ગેરેંટી આપવી પડે છે તે પછી જ ગેસ આપવામાં આવે છે. તેવું જાણવા મળે છે. ત્યારે અહીના ઉદ્યોગપતિઑ બીલ બાકી રાખીને સરકારના પૈસા બાકી રાખીને કયાંય ભાગી જવાનું નથી. સરકાર જેટલો ભાર સિરામીક ઉદ્યોગ ઉપર વધારશે તેટલી ગ્રાહકને સિરામીક પ્રોડકટો મોંઘી મળશે અને અંતે છેવાડાના ઉપભોગતા ઉપર ભાર પડશે. ગુજરાત ગેસ કંપનીની મનમાની આમને આમ ચાલશે તો ગ્રાહક સુરક્ષા મંડળે મોરબીના સિરામીક ઉદ્યોગના હિતમાં હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાના ફરજ પડશે અને ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવશે તેવું ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યુ છે
ગુજરાત ગેસ પ્રા.લી. ને ખબર છે કે મોનોપોલી હોવના કારણે તેમના ગેસ વગર મોરબીમાં સિરામીક ઉધોગ ચાલી શકે તેમ નથી તેથી તેની મનમાની વધતી જતી હોય તેવું જાણવા મળેલ છે. ગેસના ભાવ ગમે ત્યારે નોટીસ આપ્યા વગર જ વધારી નાંખે છે જેથી ટાઇલ્સના જે સોદા થયાં હોય તેમાં નુકશાની આવે છે.તેમજ ઉદ્યોગપતિ ભાગી જવાના નથી બીલની રકમ પુરી ભરે છે છતાં પણ ગેસ જોઇ તો હોય તો બે થી ત્રણ કરોડની બેંક ગેરેંટી ગુજરાત ગેસ માંગે છે. વિશ્વની કોઇ કંપની ગ્રાહકો પાસે આવી બેંક ગેરેંટી માંગતી હોઇ તેવું જણાયેલ નથી રેગ્યુલર બીલ ભરે છે પછી આવો નિયમ શા માટે..? વીજ કંપની પોતાના બીલમાં યુનીટના ભાવ લખે છે જયારે ગુજરાત ગેસ પ્રા.લી. કંપની બીલમાં ભાવ જણાવતા નથી આ અંગે ગ્રાહક સુરક્ષા મંડળે ગ્રાહક અદાલતમાં કેઇસ પણ દાખલ કરેલ છે.સરકાર આ બાબતે જો ઘ્યાન નહીં આપે અને સિરામીક ઉધોગ પર જીએસટી, ઇન્કમટેકસ તથા અન્ય ભારણ આમને આમ વધતા જશે તો અંતે ગ્રાહકોને માલ મોંઘો મળશે.જો ગુજરાત ગેસ કંપની પોતાની મનમાની ચાલુ રાખશે તો ના છુટકે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવાની ફરજ પડશે અને આ મુદદે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે તેમ પણ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ આક્રોશપુર્વક જણાવેલ છે.