વાંકાનેરમાં કોરોનાથી અવસાન બદલ ૫૦,૦૦૦ ની સહાયથી મોટા ભાગનાં લાભાર્થી અજાણ !: તંત્ર નિંદ્રાધીન
SHARE
વાંકાનેરમાં કોરોનાથી અવસાન બદલ ૫૦,૦૦૦ ની સહાયથી મોટા ભાગનાં લાભાર્થી અજાણ !: તંત્ર નિંદ્રાધીન
(કેતન ભટ્ટી દ્વારા) કોરોનાથી અવસાન પામેલા મૃતકનાં પરિવારજનોને અરજી આપ્યાનાં 10 દિવસમાં રૂ. 50, 000 ની રકમ ચૂકવી આપવાનો રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે તેમ છતાં જવાબદાર તંત્રની નિભરતાને કારણે હજુ સુધી મોટા ભાગના લોકો આવી કોઈ સહાય મળે છે તે બાબતથી જ અજાણ છે!
કોરોનાથી અવસાન થયું છે તેના આવશ્યક ડોક્યુમેન્ટ સાથે અરજી મળ્યાંનાં દસ દિવસમાં રૂ 50, 000 ચૂકવી આપવા રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે આવી મૃત્યુ સહાય જાહેર કરવામાં આવી છે તે બાબતથી જ વાંકાનેરનાં મોટા ભાગના લોકો અજાણ હોવાનું બહાર આવ્યું છે ! જવાબદાર તંત્ર દ્વારા લોકો સુધી આ મૃત્યુ સહાય બાબતે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી ! વાંકાનેર તાલુકો મોરબી જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે અને કોરોનાથી અનેક લોકોનાં અવસાન થયા છે ત્યારે હજુ સુધી મોટા ભાગના લોકો, રાજ્ય સરકાર દ્વારા આવી મૃત્યુ સહાય જાહેર કરવામાં આવી છે તે બાબત થી જ અજાણ હોવાનું બહાર આવ્યું છે! ત્યારે જવાબદાર તંત્ર અને કહેવાતા રાજકીય અગ્રણીઓ પણ માત્ર તમાશો જોયા કરે છે! ત્યારે કમસેકમ આ મૃત્યુ સહાય અંગેની તમામ જાણકારી લાભાર્થીઓ સુધી પહોંચે તે અનિવાર્ય બન્યું છે, અને સાચા તમામ લાભાર્થીઓને આ લાભ મળે તે પણ જરૂરી છે.