મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો જર્જરિત પુલ ૪.૨૫ કરોડના ખર્ચે નવો બનશે


SHARE









મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો જર્જરિત પુલ ૪.૨૫ કરોડના ખર્ચે નવો બનશે

મોરબી તાલુકાનાં ગાળા ગામથી શાપર સુધીનો રોડ બની ગયો છે જો કે, પુલ જર્જરિત હોવાથી ત્યાં ૧ર મીટર પહોળો ૪.રપ કરોડનો નવો બ્રીજ બનાવવા માટેના કામને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ મંજૂર કરાવ્યુ છે જેથી કરીને આગામી દિવસોમાં ઘણા ગામના લોકો તેમજ સિરમિકમાં રોજગારી માટે આવતા લોકો તેમજ માલા સમાન લઈને આવતા વાહન ચાલકોની સુવિધામાં વધારો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તાનું કામ અગાઉ ધારાસભ્ય અને પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ જાબનંબર મેળવીને મંજુર કરાવેલ તે અન્વયે, રોડનું કામ પૂર્ણ થયેલ છે. પરંતુ વચ્ચે જે પુલ આવતો હતો તે પૂલ જર્જરીત થઇ ગયેલ હોય તે જગ્યાએ નવો પુલ બાંધવાની જરૂરીયાત ઉભી થતાં આ અંગે ક્ષેત્રિય ઇજનેર પાસેથી વિગતે આ પુલના નકશા-અંદાજા તૈયાર કરાવી સતત ફલોઅપ કરીને માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઇ મોદી સુધી આ જર્જરીત પુલ અંગે માંગણી રજૂ કરી ૧ર મીટરની પહોળાઇના ૪.રપ કરોડના ખર્ચે આ પુલ માર્ગ અને મકાન વિભાગે મંજુર કર્યો છે. જે બદલ મંત્રી બ્રિજેશ મેરજાનો જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, સીરામીક ઍસોસીઍશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા તેમજ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજાએ આભાર વ્યકત કર્યો હતો. આમ, મોરબી-માળીયા(મી) વિસ્તારના તાજેતરમાં વિકાસના અનેક કામ મંજુર થયા તે માટે રાજય મંત્રી બ્રિજેશ મેરજાની સતત જહેમત ફળી રહી છે.




Latest News