મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નિદ્રાધીન અવસ્થામાં જ યુવાનનું મોત


SHARE



































મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નિદ્રાધીન અવસ્થામાં જ યુવાનનું મોત

મોરબી નજીક આવેલ મિનરલના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન પથારીમાં સૂતો હતો અને નિદ્રાધીન અવસ્થામાં જ બીમારી સબબ તેનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયાની નજીક અમૂલ મિનરલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો કાલુરામ રમેશચંદ સરસીયા (39) નામનો યુવાન લેબર કવાર્ટરમાં પથારીમાં સૂતો હતો અને કોઈ કારણોસર બીમારી સંબંધ તેનું નિદ્રાધીન અવસ્થામાં જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં સિટી પોલીસ લાઈનની પાછળના ભાગમાં રહેતા કમલેશભાઈ પ્રેમચંદ વોરા (48) નામનો યુવાન બાઇક લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ગૌરીદડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય બાઇક સાથે બાઈક અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી અને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા મનિષાબેન રવિભાઈ શેટાણીયા (30) નામની મહિલા કોઈ કારણોસર ફિનાઇલ પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News