મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે ભાઈ સાથે થયેલ માથાકૂટનો ખાર રાખીને ચાર શખ્સોએ યુવાનને મારમાર્યો: બાઈકમાં કરી તોડફોડ


SHARE









હળવદના માથક ગામે ભાઈ સાથે થયેલ માથાકૂટનો ખાર રાખીને ચાર શખ્સોએ યુવાનને મારમાર્યો: બાઈકમાં કરી તોડફોડ

હળવદના માથક ગામે રહેતા યુવાનના ભાઈ સાથે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને ચાર શખ્સો કારમાં આવ્યા હતા અને યુવાનને રાતાભેર ગામ પાસે રસ્તામાં આંતરીને ઉભો રાખવામાં આવ્યો હતો ત્યારબાદ યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારીને ધોકા વડે પગમાં મારમાર્યો હતો તેમજ તેના બાઈકમાં નુકસાની કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના માથક ગામે રહેતા રવિભાઈ રણછોડભાઈ સડાણીયા (21)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિખિલભાઇ રાજુભાઈ ગોહિલ અને વિશાલભાઈ રાજપૂત રહે. બંને માથક તથા અજાણ્યા બે માણસો આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી નિખિલભાઇ ગોહિલને અગાઉ ફરિયાદીના ભાઈ સાથે માથાકૂટ થઈ હતી તે બાબતનો ખાર રાખીને ફરિયાદી પોતાનું બાઈક લઈને રાતાભેર ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓ તેની હેરિયર ગાડીમાં તેની પાછળ આવ્યા હતા અને રાતાભેર ગામ નજીક યુવાનને ઉભો રાખ્યો હતો અને તેને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ આરોપી નિખિલભાઇએ ફરિયાદીને પગમાં ધોકા વડે મારમાર્યો હતો અને તેના બાઈકમાં તોડફોડ કરીને નુકસાની કરી હતી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

વાંકાનેર સિટી સ્ટેશન રોડ પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિનેશભાઈ ગોવિંદભાઈ મોરવાડિયા (52) રહે. ધમલપર-2 વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હતો જેથી 210 ની રોકડ સાથે પોલીસે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે માળીયા મીયાણામાં માસુમશાપીરની દરગાહ પાસે રોડ ઉપર જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અલ્યાશભાઇ હુશેનભાઇ ખોડ રહે. માળીયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News