મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રીના પુલ ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત


SHARE







વાંકાનેર બાઉન્ડ્રીના પુલ ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રીના પુલ ઉપરથી નીચે પટકાતા મહિલાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ફલાસ ખેડી ફળિયા ખામટ ગામના રહેવાસી સાવિત્રીબેન ગરમીયા નિંગવાલ (55) નામની મહિલા કોઈ કારણોસર વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ પુલ ઉપરથી નીચે પડતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે મહિલાને તાત્કાલિક સારવાર માટે કુવાડવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાહન અકસ્માતમાં ઇજા
વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર રહેતા મનીષભાઈ વિષ્ણુપ્રસાદ ઉપાધ્યાય નામનો ૪૫ વર્ષનો યુવાન જૂની પાલિકાના ગોડાઉન પાસેથી જતો હતો ત્યાં અજાણ્યા વાહન હડફેટે ઇજા થતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારાના હડમતીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા રમેશભાઈ માનસિંગભાઈ ભાંભર નામના ૬૦ વર્ષના વૃદ્ધને કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવારમાં અત્રે સીવીલે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના ચોતરાફળી વિસ્તારમાં રહેતા ગૌરીબેન કરસનભાઈ ચાવડા નામના ૬૦ વર્ષના વૃદ્ધા બાઇક પાછળ બેસીને જતા હતા.ત્યારે હળવદ ખાતે આવેલ વૈજનાથ મંદિર પાસે તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.આ અકસ્માત બનાવમાં ગૌરીબેનને ઇજા થતાં તેમને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News