મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપીની ધરપકડ


SHARE



































મોરબીમાં અપહરણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપીની ધરપકડ

મોરબીના નવલખી ઓવર બ્રિજ પાસેથી વાંકાનેરના ભોજપરા ગામના પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે બે સામે ગુનો નોંધીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના ભોજપરા ગામે રહેતા પરિવારની સોળ વર્ષની સગીર વયની દીકરીનું મોરબીના નવલખી બ્રિજ નીચેથી ગત તા.22/3/25 ના સવારના દસેક વાગ્યાના અરસામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. આ સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝનમાં ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયાર અને જાનનાથ સોરમનાથ બંને રહે. મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, ધમ્મરનાથ અને જાનનાથ દ્વારા ફરિયાદીની દીકરીનું મોરબીથી અપહરણ કર્યું હતું. અને ત્યાર બાદ ફરિયાદીની  સગીર દીકરી સાથે ધમ્મરનાથ પઢિયારએ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. અને આ ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ અને તેની ટીમે આરોપી વિસાનાથ ઉર્ફે ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયાર (23) રહે. મકનસર વાળાની ધરપકડ કરેલ છે. અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા યશવંતભાઈ માવજીભાઈ રાણવા નામના વ્યક્તિને રાજપર ગામ નજીક અકસ્માતના બનાવમાં ઈજા થવાથી તે બેભાન થઈ ગયેલ હોય તેને બેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

વાંકાનેરના દીઘલિયા ગામે રહેતા રીનીબેન હુસેનભાઇ શેરસીયા (30) નામના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થયું હતું અને તે બનાવમાં મહિલાને ઇજા થવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી.


















Latest News