મોરબીના નવા ધરમપુર ક્રેટા ગાડીને હડફેટે લેનારા જેસીબીના ચાલકની ધરપકડ
હળવદ તાલુકામાં દારૂ સહિત કુલ 22 ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE







હળવદ તાલુકામાં દારૂ સહિત કુલ 22 ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
હળવદ તાલુકામાં પ્રોહિબીશન સહિતના કુલ મળીને 22 જેટલા ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા એલસીબીની ટીમે આરોપીને પકડીને વડોદરાની જેલ હવાલે કરેલ છે.
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચનાથી એલસીબીના પીઆઇ એમ.પી. પંડયાએ હળવદ તાલુકામાં દારૂ સહિત કુલ 22 જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપી વિજય જયંતિભાઇ અઘારા (40) રહે. જુના દેવળીયા વાળાની પાસા દરખાસ્ત તૈયાર કરીને મૂકી હતી જેને મંજૂર કરીને પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી એલસીબીની ટીમે આરોપી વિજય જયંતિભાઇ અઘારા રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરીને હાલમાં તેને વડોદરા જેલ હવાલે કરેલ છે.
મારામારીમાં બાળકને ઇજા
મોરબીના વીસીપરામાં બિલાલી મસ્જિદ પાસે રહેતા યાસીર ઇમરાનભાઈ કાસમાણી (13) નામના બાળકને મસ્જિદ નજીક થયેલ મારામારીના બનાવમાં ડાબા હાથમાં તથા પીઠના ભાગે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કારખાના સામેથી બાઈક પસાર થઈ રહ્યું હતું જે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને લાલજીભાઈ અરજણભાઈ ડાભી નામના વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.
