મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

3 ગોળીઓ ધરબી દેવાના બનાવમાં નવો વણાંક: મોરબીના બિલ્ડરે લેણદારોથી બચવા માટે હથિયાર, કર્ટિસ અને રોકડા રૂપિયા આપીને કરાવ્યુ હતું ફાયરિંગ !, બેની ધરપકડ


SHARE

















3 ગોળીઓ ધરબી દેવાના બનાવમાં નવો વણાંક: મોરબીના બિલ્ડરે લેણદારોથી બચવા માટે હથિયાર, કર્ટિસ અને રોકડા રૂપિયા આપીને કરાવ્યુ હતું ફાયરિંગ !, બેની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામ પાસે બિલ્ડર ઉપર ફાયરિંગ થયાની ઘટના બની હતી અને અજાણ્યા વ્યક્તિએ ત્રણ ગોળીઓ તેને ધરબી દીધી છે તેવી ફરિયાદ ભોગ બનેલા બિલ્ડરે માળિયા (મી)તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી જેથી આરોપીઓને પકડવા માટે થઈને સ્થાનિક પોલીસ તથા એલસીબી ની ટીમ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન ભોગ બનેલા બિલ્ડરે પોતે જ પોતાના ઉપર દેણું વધી ગયું હોવાથી કાવતરું કરીને ફાયરિંગ કરાવ્યું હતું અને ફાયરિંગ કરવા માટે હથિયાર અને ત્રણ જીવતા કાર્ટીસ પણ પોતે જ આરોપીને આપ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે અને આ ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે

મૂળ હજનાળી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે આવેલ પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ ગામી (46)એ થોડા દિવસો પહેલા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તે માળિયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામ પાસે પોતાની ગાડી ઉભી રાખીને તે ઉભો હતો દરમિયાન કોઈ અજાણ્યા 30 વર્ષના શખ્સે ત્યાં આવીને તેની ગાડીનો કાચ ખોલાવ્યો હતો અને ત્યારે બાદ ફરીયાદીને ગાળો આપી હતી ત્યારે ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા અજાણ્યા શખ્સે તેના ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જેથી ગોળી વાગતા તે પોતાની કાર લઇને મોરબી બાજુ આવવા માટે રવાના થઇ ગયો હતો.

મોરબીની ખાખરાળા ગામ પાસે તેના મિત્રને ફોન કરીને બોલાવ્યો હતો ત્યારે બાદ ફરીયાદીને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા તેવી ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ તથા એલસીબીની ટીમ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરી રહી હતી અને બનાવ સ્થળની વિઝીટ કરીને ત્યાં આસપાસમાં આવેલ દુકાન, હોટલ, પેટ્રોલ પંપ વિગેરેના સીસીટીવી ફૂટે ચેક કર્યા હતા તેમજ ટેકનીકલ માધ્યમથી અને હ્યુમન એનાલિસિસથી બે શકમંદોને પૂછપરછ માટે લઈ આવવામાં આવ્યા હતા. જેમાં પરેશ ગોપાલભાઈ ઉઘરેજા રહે પંચાસર મોરબી તથા મકસુદ મહમદભાઈ નકુમ રહે જુના બસ સ્ટેશન પાસે મોરબી વાળાનો સમાવેશ થાય છે

વધુમાં મળતી વિગત પ્રમાણે આરોપી પરેશ ઉઘરેજા ને ફરિયાદી તરુણભાઈ ગામી દ્વારા પોતાના ઉપર દેણું વધી ગયું હોવાથી લેણદારોને પૈસા ન ચૂકવવા પડે તે માટે ફાયરિંગ કરવા માટે તેને જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ મકસુદ નકુમ નો સંપર્ક કરીને આ કામ કરવ માટે તેને ત્રણ લાખ રૂપિયા આપવાનો નક્કી થયું હતું જે પૈકીના દોઢ લાખ રૂપિયા તેને આપી દેવામાં આવ્યા હતા તેની સાથોસાથ ફરિયાદીએ પોતે એક પિસ્તોલ તથા ત્રણ જીવતા કાર્ટીસ તેને આપ્યા હતા હાલમાં પોલીસે ફરિયાદીએ રચેલા કાવતરનો પર્દાફાશ કર્યો છે અને આરોપીઓ પાસેથી ગુનાના કામે વપરાયેલ પિસ્તોલ તથા ફરિયાદીએ આરોપીને આપેલા દોઢ લાખ પૈકીના 1.10 લાખ રૂપિયા રોકડા, ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત 25,000 આમ કુલ મળીને 1,45,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીને માળિયા મીયાણા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યા છે.






Latest News