મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ અને યોગ શિબિર યોજાશે


SHARE



































મોરબીમાં કાલે સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ અને યોગ શિબિર યોજાશે

મોરબીમાં ૧૧ મા 'વિશ્વ યોગ દિવસ' ની ઉજવણી અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશ તેમજ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ- મોરબી  દ્વારા સતવારા સમાજની વાડી વજેપર મોરબી ખાતે વિનામૂલ્યે તા. ૩૦ ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ યોગ શિબિર તથા સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન  કરવામાં આવ્યું છે

આ કેમ્પમાં યોગ નિદર્શન, આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા  વિતરણ કરવામાં આવશે. અને ખાસ કરીને હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ,  એલર્જીની શરદી, સાંધાનો, સ્નાયુનો દુ:ખાવો, ખરજવુ, ધાધર, ખીલ, કાળા  ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી, કૃમિ, કબજિયાત જેવા રોગોનું નિદાન અને  સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત ‘ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ’ આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.


















Latest News