મોરબીના લખધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોગ શિબિર યોજાઈ
મોરબીમાં પોષણ સંગમ કાર્યક્રમના અમલીકરણ બાબતે ૩૦ મે ના રોજ વર્કશોપ યોજાશે
SHARE







મોરબીમાં પોષણ સંગમ કાર્યક્રમના અમલીકરણ બાબતે ૩૦ મે ના રોજ વર્કશોપ યોજાશે
જિલ્લા પંચાયત ખાતે એન.એન.એમ.ના મિશન ડાયરેક્ટરશ્રી તથા આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીમાં પોષણ સંગમ કાર્યક્રમના અમલીકરણ બાબતે ૩૦ મે ના રોજ વર્કશોપ યોજાશે.
કમિશનરી આઈસીડીએસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણની સંગમ ( Protocol For Management Of Malnutrition In Children)’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે તા. ૩૦ ના રોજ એન.એન.એમના મિશન ડાયરેક્ટર, આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટર તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ બાબતે વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા ૩૦ ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરના ૧૩:૩૦ સુધીમાં રૂમ નંબર ૧૯, ગ્રાઉન્ડ ફ્લોર, મોરબી જિલ્લા પંચાયત ખાતે યોજાશે.
