મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર પાસે આર્થિક તંગીથી કંટાળીને યુવાને કારખાનાના લેબર ક્વાર્ટરમાં કર્યો આપઘાત


SHARE









વાંકાનેરના લાકડધાર પાસે આર્થિક તંગીથી કંટાળીને યુવાને કારખાનાના લેબર ક્વાર્ટરમાં કર્યો આપઘાત

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર યુવાને આર્થિક તંગીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્નીએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ઇનડિઝાઇન સીરામીક કારખાનામાં લેવલ કોલોનીના લેબર ક્વાર્ટરની અંદર રહેતા નવલસિંહ કનુભાઈ રાઠૌર (41) નામના યુવાને લેબર ક્વાર્ટરની અંદર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પત્ની સરલાદેવી નવલસિંહ રાઠૌર (40) રહે. હાલ લાકડધાર ગામની સીમ ઇનડિઝાઇન કારખાનાના લેબર ક્વાર્ટરમાં વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાને આર્થિક તંગીના કારણે કંટાળીને પોતે પોતાની જાતે આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

ભચાઉ તાલુકાના લાકડીયા ગામે રહેતા ધનીબેન ડાયાલાલ (58) નામના વૃદ્ધા લાકડીયા ગામ થી સામખયારી તરફ બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રસ્તામાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં વૃદ્ધાને ઈજા થઇ હોવાથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News