મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ઓપરેશન શિલ્ડ: વાંકાનેરમાં આજે રાતે અડધો કલાક બ્લેકઆઉટ, લોકોને સ્વયંભૂ જોડાવવા અપીલ


SHARE











ઓપરેશન શિલ્ડ: વાંકાનેરમાં આજે રાતે અડધો કલાક બ્લેકઆઉટ, લોકોને સ્વયંભૂ જોડાવવા અપીલ

સરકારના 'ઓપરેશન શિલ્ડ' અન્વયે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્સના ભાગરૂપે આજે સરકારના નિર્દેશ અનુસાર વાંકાનેર શહેરી વિસ્તારમાં રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન ૩૦ મિનીટ બ્લેકઆઉટ- અંધારપટ કરવામાં આવશે. જેમાં વાંકાનેરના નાગરિકોને સ્વયંભૂ જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ મોકડ્રીલના આયોજનમાં જિલ્લાના આપદા મિત્રો અને સ્વયંસેવકોને સ્વૈચ્છિક રીતે જોડાવવા પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

'ઓપરેશન શિલ્ડ' અન્વયે યોજાનાર આ મોકડ્રીલ અને બ્લેકઆઉટ એ સુરક્ષા માટે લેવામાં આવતા પગલાનો એક ભાગ છે, જેથી વાંકાનેર શહેરના નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. આવનારા સમયમાં કોઈ આપત્તિજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે પરિસ્થિતિનો સામનો કરવા આપણે સક્ષમ બનીએ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ તે માટે અગમચેતી રૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 'સુરક્ષા અને સલામતી' માટેના આયોજનમાં સહભાગિતા દાખવી મોરબી જિલ્લામાં વાંકાનેર શહેરી વિસ્તારમાં ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન આપના ઘર ઓફિસની લાઈટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News