વાંકાનેરના વીસીપરામાં નાકમાથી લોહી નીકળ્યા બાદ યુવાનનું મોત નીપજયું
મોરબીના સિરામીક ઉદ્યોગને સરકારની હુંફ: ચાઇનાની ટાઇલ્સ ઉપર ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી
SHARE
મોરબીના સિરામીક ઉદ્યોગને સરકારની હુંફ: ચાઇનાની ટાઇલ્સ ઉપર ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી
મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓ ચાઇનના લીધે વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં મોરબીના સિરામીક ઉદ્યોગકારોને જીવતદાન મળે અને ચાઈનાથી ભારતમાં આયાત થતી ટાઇલ્સ ઉપર બ્રેક લાગે તે માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી દીધી છે અને હાલમાં ચાઈનાથી આવતી ટાઇલ્સ ઉપર પ્રતિ સ્કવેર કૂટે ૧૦ રૂપિયા ટેક્સ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવી છે
મોરબીની સિરામિક ઉદ્યોગમાં ચાઈના સાથે સીધી હરીફાઈ છે ત્યારે ચાઈનાથી ભારતમાં ટાઇલ્સ સપ્લાઈ કરવામાં આવતી હોય મોરબીના સિરામિક ઉદ્યોગને ફટકો પડતો હતો જેથી કરીને ભારતના દક્ષિણી રાજ્યોમાં મોરબીની ટાઇલ્સના બદલે ચાઈનાની ટાઇલ્સ વધુ વેચાતી હતી જેથી કરીને મોરબી સિરામીક એસોશિએશન દ્વારા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાને સાથે રાખી કેન્દ્રીય કોમર્શિયલ મિનિસ્ટરમાં ચાઈનાથી આવતી ટાઇલ્સ ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદવા રજૂઆત કરવામાં આવી હતી જેથી કેન્દ્ર સરકાર દ્વારા ચાઈનાથી આયાત થતી ટાઇલ્સ ઉપર પ્રતિ સ્કવેર ફૂટ ૧૦ રૂપિયા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે અને આ મુદે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, ચાઈનાથી આયાત થતી ટાઇલ્સ ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે જેથી ભારતના દક્ષિણના રાજ્યો મોરબીની ટાઇલ્સની માંગમાં વધારો થશે અને કેન્દ્ર સરકારમાં આ માટે રજુઆત કરવામાં આવ્યા બાદ સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા સતત ફોલોઅપ લેવામાં આવ્યું હતું જેથી તેઓની મહેનત રજુઆત રંગ લાવી છે અને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જીવતદાન મળ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી