મોરબીના સિરામીક ઉદ્યોગને સરકારની હુંફ: ચાઇનાની ટાઇલ્સ ઉપર ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી
મોરબીના આમરણ ગામે ક્રુજરમાં પેસેન્જર ભરવા મુદે થયેલ મારામારીના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ
SHARE
મોરબીના આમરણ ગામે ક્રુજરમાં પેસેન્જર ભરવા મુદે થયેલ મારામારીના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ
મોરબી તાલુકાનાં આમરણ ગામે અગાઉ ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને મારા મરીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે એક ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ આમરણ ગામના દાવલશા વાસમાં રહેતા જાવીદમીયા બસીરમીયા બુખારી જાતે સૈયદ (ઉ.૩૫) એ ઇદ્રીશમીયા અબ્બાસમીયા બુખારી, અસરફમીયા અબ્બાસમીયા બુખારી, ગુલામહુસૈન અસરફમીયા બુખારી, સલીમમીયા સમસુદીન બુખારી અને સબ્બીરમીયા ઉર્ફે જમાદાર અકબરમીયા બુખારી રહે. બધા આમરણ દાવલશા વાસ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, અગાઉ ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરીને જીવલેણ હથિયારો ધારણ કરીને હુમલો કર્યો હતો અને ઇદ્રીશમીયા અબ્બાસમીયા બુખારીએ લોખંડના પાઇપ વડે તેમજ બાકીના શ્ખ્સોએ લાકડાના ધોકા સાથે આવી ક્રૂઝર ગાડી નં. જીજે ૩૭ ટી ૫૪૫૬ વાડીનો કાચ તોડી નાખ્યો હતો અને મુંઢ માર મારીને ઇજા કરી હતી તેમજ સાહેદ યાસીનમીયા બુખારી છોડાવવા આવતા તેને આરોપીઓએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો તેમજ ફરીયાદીના મામાના દિકરા વસીમમીયા બુખારીના ઘર પાસે પડેલ રીક્ષાનો કાચ તથા હુડ તોડી નાખ્યું હતું અને વસીમમીયા બુખારીને પાઇપ વડે મારી જમણા હાથની વચલી આંગળીમાં ઇજા કરી હતી અને સબાનાબેન બુખારીને પણ માર માર્યો હતો જે ગુનામાં પોલીસે ઇદ્રીશમીયા અબ્બાસમીયા બુખારી (૨૬), અસરફમીયા અબ્બાસમીયા બુખારી(૨૭), ગુલામહુસૈન અસરફમીયા બુખારી (૨૩), સલીમમીયા સમસુદીન બુખારી (૨૨) અને સબ્બીરમીયા ઉર્ફે જમાદાર અકબરમીયા બુખારી (૨૩) રહે. બધા આમરણ દાવલશા વાસ વાળાની ધરપકડ કરેલ છે