મોરબીના આમરણ ગામે ક્રુજરમાં પેસેન્જર ભરવા મુદે થયેલ મારામારીના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ
મોરબીના વેપારીને ૨.૬૬ લાખ અકસ્માતનું વળતર વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતનો હુકમ
SHARE
મોરબીના વેપારીને ૨.૬૬ લાખ અકસ્માતનું વળતર વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતનો હુકમ
મોરબીના રવાપરા ગામના રહેવાસી રવજીભાઇ વીરમગામાની ગાડી આગ્રામાં ડીવાઇડર સાથે ભટકાતા નુકશાન થયેલ હતું જેથી મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ન્યુ ઇન્ડીયા ઇન્સ્યુરન્સી કંપની સામે ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરવામાં આવ્યો હતો જેના આધારે રવજીભાઇ વીરમગામાને ૨,૬૬,૭૦૬ રૂપિયા કેઇસ દાખલ થયેલ ત્યારથી સાત ટકાના વ્યાજ સાથે ચુકવાનો અદાલતે ન્યુ ઇન્ડીયા ઇન્સ્યુરન્સને હુકમ કરેલ છે
આજ કાલ વિમા કંપની વિમો ચુકવવા માટે હાથ ઉંચા કરી નાખે છે ત્યારે મેડીકલ કલેઇમ હોય કે એકસીડન્ટ વીમો વીમો લેવામાં ઉતાવળ કરે છે પણ ચુકવવામાં નાના મોટા કારણોસર વીમો આપવાની ના પાડે છે આવો જ કિસ્સો મોરબીના રવાપરના વતનની વેપારી રવજીભાઇ વીરમગામા સાથે બન્યો હતો અને તેઓ આગ્રા ફરવા ગયેલ ત્યારે ડીવાઇડર સાથે મોટર ભટકાતા કારમાં નુકશાન થયેલ હતું અને ધી ન્યુ ઇન્ડીયા ઇન્સ્યોરન્સને રજુઆત કરી હતી પરંતુ વીમા કંપનીએ વીમો ચુકવવાની ના પાડી હતી જેથી તેણે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરતા ગ્રાહક અદાલતે ધી ન્યુ ઇન્ડીયા ઇન્સ્યુરન્સને રવજીભાઇ વીરમગામાને ૨,૬૬,૭૦૬ રૂપિયા જયારથી કેઇસ દાખલ કરેલ ત્યારથી સાત ટકાના વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કરેલ છે અને ગાડી આગ્રા જે પડી છે તે ગાડીની માલીકી રવજીભાઇની રહેશે આમ ગ્રાહક પોતાના હકક હીત માટે લડવું જોઇએ સરકારએ જાગો ગ્રાહક જાગોને સફળ બનાવવા માટે ઘણા સારા કાયદા બનાવેલ છે અને ભેળસેળ છેતરપીંડી તથા અન્ય ગુના માટે કડક કાયદા છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા દ્વારા વરસમાં બે વખત ગ્રાહક જાગૃતિનું આયોજન કરવામાં આવે છે અને ગ્રાહકને કોઇપણ જાતની તકલીફ હોય તો ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) નો સંપર્ક કરવા જણાવ્યુ છે