મોરબીના વેપારીને ૨.૬૬ લાખ અકસ્માતનું વળતર વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતનો હુકમ
મોરબીના યુવા આર્મી ગ્રુપે મોડી રાત્રીના રેર ગણાતા બી નેગેટિવ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરી આપી
SHARE
મોરબીના યુવા આર્મી ગ્રુપે મોડી રાત્રીના રેર ગણાતા "બી નેગેટિવ" બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરી આપી
મોરબીની બ્લડ આર્મી એટલે કે યુવા આર્મી દ્વારા ગત રાત્રે રેર બ્લડ ગ્રુપની શ્રેણીમાંનુ એક એવું "બી નેગેટિવ" બ્લડની તાત્કાલિક જરૂરીયાત પુરી કરવામાં આવી હતી.ગત રાત્રે મોરબીમાં વસતા જયાબેન જાદવને માથાની નસ ફાટી જતા તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તપાસ દરમિયાન ઓપરેશનની જરૂરીયાત જણાય હતી અને આ ઓપરેશન માટે "બી નેગેટિવ" બ્લડની ઈમરજન્સી જરૂરીયાત ઉભી થય હતી. પરંતુ નેગેટિવ બ્લડ ગ્રુપ ખુબ ઓછા લોકોને હોય છે તેમાં પણ "બી નેગેટિવ" બ્લડ ગ્રુપ માત્ર બે ટકા લોકોને જ હોય છે માટે જે બ્લડ ગ્રુપ દિવસમાં પણ સહેલાઈથી ન મળે એ રાત્રે તો મળવું અશક્ય હતુ.જેના કારણે દર્દી તથા પરિવારજનો કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા.આવી મુશ્કેલીમાં કોઈ જાગૃત નાગરિક દ્વારા દર્દીના પરીજનોને યુવા આર્મી ગ્રુપના હેલ્પલાઇન મો.93493 93693 ઉપર સંપર્ક કરાવી સમગ્ર માહિતી જણાવી હતી.જેથી ગ્રુપના મેન્ટોર પિયુષભાઈ બોપલીયા દ્વારા તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંકમાં સંપર્ક કરી એક બોટલ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા ત્યાં જ કરી આપવામાં આવી તથા અન્ય બે બોટલ યુવા આર્મી ગ્રુપના "બી નેગેટિવ" ના સભ્ય આદર્શભાઈ દંગી તથા નિર્ભયભાઈ મેંદપરા દ્વારા રાત્રે જ બ્લડ બેંકે પહોંચીને બ્લડની ઈમરજન્સી જરૂરિયાતને પુરી પાડવામાં આવી હતી. જે બદલ દર્દીના પરીજનો દ્વારા આદર્શભાઈ તથા નિર્ભયભાઈની આ અમુલ્ય સેવાની પ્રશંસા કરી તેમજ આવી કપરી સ્થિતિમાં તેમની સાથે ઉભા રહેવા બદલ પિયુષભાઈ બોપલીયા, યુવા આર્મી ગૃપ તથા સંસ્કાર બ્લડ બેંકનો આભાર વ્યકત કર્યો હતો.