મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાન ઘર છોડીને ચાલ્યા જવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીમાં કાર હડફેટે બે વર્ષના બાળકનું તથા રિક્ષામાંથી પડી જતા વૃદ્ધાનું મોત
SHARE
મોરબીમાં કાર હડફેટે બે વર્ષના બાળકનું તથા રિક્ષામાંથી પડી જતા વૃદ્ધાનું મોત
મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે કાર ચાલકે બાળકને હડફેટ લેતા બે વર્ષના બાળકનું મોત નિપજેલ છે.જ્યારે નેક્સસ સિનેમા પાસે રહેતા મહિલા રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે લક્ષ્મીનગર ગામ પાસે રિક્ષામાંથી પડી જતા તેઓનું પણ મોત નિપજયુ હતું.બંને બનાવો અંગે પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલા સરતાનપર રોડ ઉપર રહેતા પરિવારનો યુવરાજ પ્રવીણભાઈ ગુડિયા નામનો બે વર્ષનો બાળક રાતાવિરડા પાસે આવેલા જીકે મિનરલ્સ નામના યુનિટની પાસે રોડ નજીક રમતો હતો ત્યારે આઇ ટેન કારના ચાલકે તેને હડફેટ લેતા ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને મૃત હાલતમાં જ ૧૦૮ વડે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે સ્થાનિક એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જ્યારે મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી પસાર થતી રિક્ષામાંથી પડી જવાથી જેસીબેન હંસરાજભાઈ દહેચીયા દેવીપુજક (ઉમર ૬૦) રહે.નેકસસ સિનેમા પાસે કંડલા બાયપાસ મોરબી ને શરીરે ગંભીર ઇજાઓ થવાથી ઇજા થતા તેઓનું મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
સારવારમાં
મોરબી સબજેલ ખાતે રહેતા પ્રવીણ રઘુભાઈ પંડયા નામના ૪૮ વર્ષના યુવાનને તા.૨૪-૫ ના વહેલી સવારે જેલ ખાતે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો તેમ જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. જ્યારે ધાંગધ્રા પાસે આવેલા મોટા અંકેવાળીયા ગામે રહેતા પાયલબેન ધવલભાઈ ચારોલા નામની ૨૯ વર્ષીય મહિલા ગત તા.૨૫-૫ ના બપોરના ત્રણ વાગ્યાના અરસામાં મોરબીના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ પાછળ અજાણી બોટલમાંથી કોઈ ટાઇલ્સ ક્લીનર પી ગયા હતા.જેથી તેઓને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એસ.એમ.કમોયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.